________________
[ ૭૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ:- પાંચ હેતુ છે, તે આ પ્રમાણે છે– (૧-૩) દેવળ = આશ્રવ દ્વારા અર્થાત્ આશ્રવના સેવનથી સંસાર ભ્રમણ થાય છે. આ તત્ત્વનું કેટલાક લોકોને જ્ઞાન, વિજ્ઞાન અને શ્રદ્ધાન હોય છે (૪) કેટલાક તે જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન સાથે તે આશ્રવોના સેવનનો ત્યાગ કરે છે. (૫) અંતે તે જ્ઞાન, વિજ્ઞાન આદિ હોવાના કારણે તેઓ અજ્ઞાન મરણથી ન મરતાં, કેવળજ્ઞાન ન હોવાથી છદ્મસ્થ મરણથી મરે છે. ६४ पंच अहेऊ पण्णत्ता, तं जहा- अहेउं ण जाणइ, अहे ण पासइ, अहेउं ण बुज्झइ, अहेउं णाभिगच्छइ, अहेउं छउमत्थमरणं मरइ । ભાવાર્થ – પાંચ અહેતુ છે, તે આ પ્રમાણે છે– (૧) અહેતુ = સંવર, પાપોનો ત્યાગ, આશ્રવોનો ત્યાગ. કેટલાક લોકોને સંવર તત્ત્વનું જ્ઞાન હોતું નથી. તેમજ (૨-૪) સંવરનું વિજ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ હોતું નથી. (૫) આ રીતે પૂર્વચાર સૂત્ર વર્ણિત આશ્રવને જાણનારા પણ જો સંવર અને તેના આચરણનું પરમ ફળ મોક્ષ છે તેને સારી રીતે ન જાણે ન આદરે તેથી તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા નથી અને છઘસ્થ મરણથી મરે છે. |६५ पंच अहेऊ पण्णत्ता, तं जहा- अहेउणा ण जाणइ, अहेउणा ण पासइ, अहेउणा ण बुज्झइ, अहेउणा णाभिगच्छइ, अहेउणा छउमत्थमरणं मरइ । ભાવાર્થ - પાંચ અહેતુ છે, તે આ પ્રમાણે છે– (૧-૪) જેવા કેટલાક લોકોને સંવર દ્વારા ક્રમશઃ સંસારથી મુક્તિ થાય છે, આ પ્રકારના જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણનો અભાવ હોય છે. (૫) તેથી તે પણ કેવળજ્ઞાનના અભાવે છદ્મસ્થ મરણથી મરે છે. ६६ पंच अहेऊ पण्णत्ता, तं जहा- अहेउं जाणइ, अहेडं पासइ, अहेडं बुज्झइ, अहेउं अभिगच्छइ, अहेउं केवलिमरणं मरइ । ભાવાર્થ:- પાંચ અહેતુ છે, તે આ પ્રમાણે છે– (૧-૫) કેટલાક સાધકોને સંવર તત્ત્વનું સારી રીતે જ્ઞાન, વિજ્ઞાન અને આચરણ હોવાથી અંતે તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, કેવળ મરણને પ્રાપ્ત કરે છે.
६७ पंच अहेऊ पण्णत्ता,तं जहा- अहेउणा जाणइ, अहेउणा पासइ, अहेउणा बुज्झइ, अहेउणा अभिगच्छइ, अहेउणा केवलिमरणं मरइ । ભાવાર્થ - પાંચ અહેતુ છે, તે આ પ્રમાણે છે- (૧-૫) કેટલાક લોકોને, “સંવરના સેવનથી મુક્તિ થાય છે,” આ પ્રકારનું જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન અને સમ્યક આચરણ હોવાથી અને તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી કેવળી મરણથી મરે છે. વિવેચન :
સૂત્રકારે પ્રસ્તુત આઠ સૂત્ર દ્વારા અષ્ટવિધ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. પાંચમું સ્થાન હોવાથી આ આ સૂત્રમાં પાંચ-પાંચ બોલનું કથન છે, તે આ પ્રમાણે છે– નાગદ્દ = જાણવું, જ્ઞાન થવું. પાસ = જોવું,