________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧
[ ૭૩ ]
સહન કરવામાં આવે છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, રોગ અને મેલ આદિ ૨૨ પરીષહ છે. કેવળજ્ઞાનીને ૨૨ માંથી વેદનીય કર્મજન્ય ૧૧ પરીષહ હોય છે. શેષ મોહનીય આદિ કર્મજનિત પરીષહ તેઓને હોતા નથી. ઉપસર્ગ– દેવ, મનુષ્ય અને તિર્યંચ પશુ આદિ દ્વારા જે કષ્ટ આપવામાં આવે તેને ઉપસર્ગ કહે છે. પરીષહમાં પણ ઉપસર્ગનો સમાવેશ થાય છે માટે બંને શબ્દોનો સંયુક્ત પ્રયોગ પણ થાય છે. હેતુ-અહેતુઓનું નિરૂપણ - |६० पंच हेऊ पण्णत्ता, तं जहा- हेडं ण जाणइ, हेडं ण पासइ, हेडं ण बुज्झइ, हेउं णाभिगच्छइ, हेउं अण्णाणमरणं मरइ । ભાવાર્થ :- પાંચ હેતુ છે અર્થાતુ વ્યક્તિની અપેક્ષાએ હેતુની પાંચ અવસ્થાઓ થાય છે, તે આ પ્રમાણે છે–(૧) હેતુ = આશ્રવ, કર્મબંધના હેતુ. કેટલીક વ્યક્તિ હેતુને જાણતી નથી અર્થાત્ સંસાર પરિભ્રમણના કારણોને સમ્યક્ પ્રકારે જાણતી નથી. (૨) કેટલીક વ્યક્તિ હેતુને જોતી નથી અર્થાત્ દુઃખના કારણોને સમ્યક્ પ્રકારે જોતી નથી. (૩) કેટલીક વ્યક્તિ હેતુને સમજતી નથી અર્થાત્ મોક્ષના ઉપાયભૂત સાધનોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારતી નથી. (૪) કેટલીક વ્યક્તિ હેતુને પ્રાપ્ત કરતી નથી અર્થાત્ સંસારથી પાર થવાના સાધનોને સ્વીકારતી નથી. (૫) કેટલીક વ્યક્તિ હેતુપૂર્વક અજ્ઞાન મરણે મરે છે અર્થાતુ અજ્ઞાનદશામાં મરવાના કારણોથી મરે છે. ६१ पंच हेऊ पण्णत्ता, तं जहा- हेउणा ण जाणइ, हेउणा ण पासइ, हेउणा ण बुज्झइ, हेउणा णाभिगच्छइ, हेउणा अण्णाणमरणं मरइ । ભાવાર્થ - પાંચ હેતુ છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલાક લોકોને હેતુ(આશ્રવ) દ્વારા સંસાર ભ્રમણ થાય તેનું જ્ઞાન હોતું નથી તેમજ (૨-૩) કેટલાક લોકોને આ વાતનું વિજ્ઞાન કે શ્રદ્ધાન હોતું નથી (૪) કેટલાક આ સંસાર ભ્રમણથી બચવાના ઉપાયોનું આચરણ કરતા નથી (૫) અંતે આ તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન આદિના અભાવ રૂપ અજ્ઞાન મરણથી તેઓ મરે છે. ६२ पंच हेऊ पण्णत्ता, तं जहा- हेडं जाणइ, हेउं पासइ, हेउं बुज्झइ, हेड अभिगच्छइ, हेउं छउमत्थमरणं मरइ । ભાવાર્થ :- પાંચ હેતુ છે, તે આ પ્રમાણે છે– (૧-૩) કેટલાક લોકોને બંધના કારણનું (આશ્રવનું) જ્ઞાન, વિજ્ઞાન અને શ્રદ્ધાન હોય છે (૪) તેઓને આશ્રવના ત્યાગ રૂપ આચરણ પણ હોય છે (૫) અંતે તેઓ આ જ્ઞાન, વિજ્ઞાન આદિ હોવાથી પૂર્વ સૂત્રોક્ત અજ્ઞાન મરણથી મરતા નથી પરંતુ કેવળજ્ઞાની ન થવાને કારણે તે છદ્મસ્થ અવસ્થામાં છદ્મસ્થ મરણથી મરે છે. ६३ पंच हेऊ पण्णत्ता, तं जहा- हेउणा जाणइ, हेउणा पासइ, हेउणा बुज्झइ, हेउणा अभिगच्छइ, हेउणा छउमत्थमरणं मरइ ।