SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦] શ્રી ઠાણાગ સત્ર-૨ अक्कोसइ वा जाव अवहरइ वा ॥३॥ ममं च णं सम्मं असहमाणस्स अखममाणस्स अतितिक्खमाणस्स अणहियासेमाणस्स किं मण्णे कज्जइ ? एगंतसो मे पावे कम्मे कज्जइ ॥४॥ ममं च णं सम्म सहमाणस्स खममाणस्स तितिक्खमाणस्स अहियासेमाणस्स किं मण्णे कज्जइ ? एगंतसो मे णिज्जरा कज्जइ ॥५॥ इच्चेएहिं पंचहिं ठाणेहिं छउमत्थे उदिण्णे परिसहोवसग्गे सम्मं सहेज्जा खमेज्जा तितिक्खेज्जा अहियासेज्जा । ભાવાર્થ :- પાંચ પ્રકારના ચિંતન વડે છાસ્થ પુરુષ ઉદીર્ણ (ઉદય અથવા ઉદીરણા પ્રાપ્ત) પરીષહો અને ઉપસર્ગોને સમ્યગુ રીતે, અવિચલ ભાવે સહન કરે છે, ક્ષમા રાખે છે, તિતિક્ષા રાખે છે અને તેનાથી પ્રભાવિત થતા નથી, તે આ પ્રમાણે છે આ પુરુષ નિશ્ચયથી ઉદયાધીન છે. તેથી તે ઉન્મત જેવો બની મારા ઉપર આક્રોશ કરે છે(ગાળો આપે છે), મારો ઉપહાસ કરે છે, મને બહાર કાઢવાની ધમકી આપે છે, મારી નિર્ભર્સના કરે છે, મને દોરડાદિથી બાંધે છે, મને કારાગૃહ કે ઓરડામાં રુધે છે, અંગોનું છેદન કરે છે, મૂચ્છિત કરે છે, ઉપદ્રવ(કષ્ટ) આપે છે; વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદપ્રોંચ્છનનું છેદન કરે છે, વિચ્છેદન કરે છે, તોડી-ફોડી નાખે છે, લઈ જાય છે. આ પુરુષ નિશ્ચયથી યક્ષાવિષ્ટ(ભૂત-પ્રેતાદિથી પ્રેરિત) છે, તેથી મારા ઉપર આક્રોશ કરે છે વગેરે અપહરણ સુધીનું કથન પૂર્વવત્ સમજવું. મારું આ ભવમાં વેદન કરવા યોગ્ય કર્મ ઉદયમાં આવ્યું છે. તેથી આ પુરુષ મારી ઉપર આક્રોશ કરે છે વગેરે અપહરણ સુધીનું કથન પૂર્વવત્ સમજવું. જો હું આ ઉપસર્ગને સમ્યક પ્રકારે, અવિચલ ભાવે સહન કરીશ નહીં, ક્ષમા રાખીશ નહીં, તિતિક્ષા રાખીશ નહીં અને તેનાથી પ્રભાવિત થઈ જઈશ તો મને એકાન્ત રૂપે પાપકર્મોનો સંચય થશે. (૫) જો હું તે પરીષહ, ઉપસર્ગને સમ્યક પ્રકારે અવિચલ ભાવે સહન કરીશ, ક્ષમા રાખીશ, તિતિક્ષા રાખીશ અને તેનાથી પ્રભાવિત થઈશ નહીં તો મને એકાંત રૂપે કર્મ નિર્જરાનો લાભ થશે. આ પાંચ પ્રકારના ચિંતન ના આધારે છઘસ્થ પુરુષ ઉદયમાં આવેલા પરીષહ અને ઉપસર્ગને સમ્યક પ્રકારે અવિચલ ભાવે સહન કરે છે, ક્ષમા રાખે છે, તિતિક્ષા રાખે છે અને તેનાથી પ્રભાવિત થતા નથી. |५९ पंचहिं ठाणेहिं केवली उदिण्णे परिसहोवसग्गे सम्म सहेज्जा खमेज्जा तितिक्खेज्जा अहियासेज्जा, तं जहा
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy