________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧
[ ૩૧ ] खित्तचित्ते खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे अक्कोसइ वा जाव अवहरइ वा । दित्तचित्ते खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे अक्कोसइ वा जाव अवहरइ वा । जक्खाइटे खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे अक्कोसइ वा जाव अवहरइ वा । ममं च णं तब्भववेयणिज्जे कम्मे उदिण्णे भवइ, तेण मे एस पुरिसे अक्कोसइ वा जाव अवहरइ वा ।
ममं च णं सम्मं सहमाणं खममाणं तितिक्खमाणं अहियासेमाणं पासेत्ता बहवे अण्णे छउमत्था समणा णिग्गंथा उदिण्णे-उदिण्णे परीसहोवसग्गे एवं सम्मं सहिस्संति खमिस्संति तितिक्खिस्संति अहियासिस्संति ।
इच्चेएहिं पंचहिं ठाणेहिं केवली उदिण्णे परीसहोवसग्गे सम्मं सहेज्जा खमेज्जा तितिक्खेज्जा अहियासेज्जा । ભાવાર્થ :- પાંચ કારણે કેવલી ભગવાન ઉદયમાં આવેલા પરીષહ અને ઉપસર્ગને સમ્યક પ્રકારે અવિચલ ભાવે સહન કરે છે, ક્ષમા રાખે છે, તિતિક્ષા રાખે છે અને તેનાથી પ્રભાવિત થતા નથી, તે આ પ્રમાણે છે
આ પુરુષ નિશ્ચયથી વિક્ષિપ્ત ચિત્તવાળો છે, શોક આદિથી બેભાન છે, તેથી મારા ઉપર આક્રોશ કરે છે, મને ગાળો આપે છે, મારો ઉપહાસ કરે છે, મને બહાર નીકળી જવાની ધમકી આપે છે, મારી નિર્ભર્જના કરે છે, બાંધે છે, સંધે છે, છવિચ્છેદ કરે છે, મૂચ્છિત કરે છે, ઉપદ્રવિત કરે છે, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદ-પ્રાંચ્છનને છીનવી લે છે, છેદન કરે છે, વિચ્છેદન કરે છે, તોડી-ફોડી
નાંખે છે, લઈ જાય છે. (૨) આ પુરુષ નિશ્ચયથી ઉન્માદ યુક્ત છે. તેથી મારા ઉપર આક્રોશ કરે છે વગેરે અપહરણ સુધીનું
કથન પૂર્વવત્ સમજવું. (૩) આ પુરુષ નિશ્ચયથી યક્ષાવિષ્ટ છે, તેથી મારા ઉપર આક્રોશ કરે છે વગેરે અપહરણ સુધીનું કથન
પૂર્વવત્ સમજવું. (૪) મારા આ ભવમાં વેદન કરવા યોગ્ય કર્મો ઉદયમાં આવ્યા છે તેથી આ પુરુષ મારી ઉપર આક્રોશ
કરે છે વગેરે અપહરણ સુધીનું કથન પૂર્વવત્ સમજવું. મને સમ્યક પ્રકારે અવિચલભાવે પરીષહો અને ઉપસર્ગોને સહન કરતાં, ક્ષમા રાખતાં, તિતિક્ષા રાખતાં અને પ્રભાવિત નહીં થતાં જોઈને, અન્ય અનેક છદ્મસ્થ શ્રમણ નિગ્રંથો ઉદયમાં આવેલા પરીષહ અને ઉપસર્ગોને તે જ રીતે સમ્યક પ્રકારે અવિચલ ભાવે સહન કરશે, ક્ષમા રાખશે, તિતિક્ષા રાખશે અને તેનાથી પ્રભાવિત થશે નહીં.