________________
[ ૨૮ |
શ્રી ઠાણાગ સત્ર-૨
(8) સપડા (ગતિ પ્રતિઘાત) :- (૧) જડ અથવા ચેતન પદાર્થનું બીજી વસ્તુના અવરોધથી રોકાઈ જવું. પ્રાણી, વસ્તુ વગેરેની ગતિ દિવાલ આદિથી અવરોધ પામે છે. (૨) આત્મામાં શુભ ગતિ યોગ્ય કર્મ પુદ્ગલો સંચિત થવા છતાં અશુભ અધ્યવસાય આદિ તથા વિપરીત કર્મના ઉદયના કારણે તે ગતિ પ્રાપ્ત ન થાય તેને ગતિ પ્રતિઘાત કહેવાય છે. જેમ કુંડરીકને દીક્ષા લઈને દેવગતિ પ્રાપ્ત થાત પરંતુ પરિણામ પરિવર્તિત થતાં દેવગતિ પ્રાપ્ત ન થઈ અર્થાતુ તેને દેવગતિનો પ્રતિઘાત થયો. (૨) રિ પ (સ્થિતિ પ્રતિઘાત) – (૧) વ્યવહારથી જે વસ્તુનું અસ્તિત્વ સુદીર્ઘકાળ સુધી રહેવાનું હતું પરંતુ વિપરીત તત્ત્વના યોગે સ્થિતિ અલ્પ થઈ જાય અથવા વસ્તુ સર્વથા નષ્ટ થઈ જાય. યથા- દૂધમાં લીંબુનું ટીપું પડી જતાં દૂધનું બગડી જવું (૨) દીર્ઘકાળની સ્થિતિવાળા કર્મને અલ્પકાળની સ્થિતિવાળા બનાવવા તે સ્થિતિ પ્રતિઘાત કહેવાય છે. (૩) વંથળ ડા(બંધન પ્રતિઘાત) – (૧) ઇષ્ટ વસ્તુનું ઇષ્ટ વસ્તુ સાથે બંધન ન થાય અને અશુભ વસ્તુ સાથે બંધન થઈ જાય. (૨) દુષ્ટ પરિણામો દ્વારા ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ વગેરે પ્રશસ્ત પ્રકૃતિઓનો પ્રતિઘાત થાય,પ્રશસ્ત પ્રકૃતિઓનું બંધન અટકી જાય તે, બંધન પ્રતિઘાત કહેવાય છે. (૪) મોડા પડદા(ભોગ પ્રતિઘાત) – (૧) ધન-સ્ત્રી આદિ સુખ, ભોગવિલાસની સામગ્રી નાશ પામે તે. (૨) નિશ્ચયથી પ્રશસ્ત ગતિ, સ્થિતિ, બંધન આદિનો પ્રતિઘાત થાય તેથી ભોગનો પણ પ્રતિઘાત થાય છે. પ્રશસ્ત ગતિ આદિ પ્રાપ્ત જ ન થાય તો તદ્માયોગ્ય ભોગ પણ પ્રાપ્ત થતાં નથી. () વા વરિય પુરસTR પરમ હિar(બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ પ્રતિઘાત) :- બીમારી આદિના કારણે, બલ ક્ષીણ થવાથી અથવા અન્ય કોઈ પણ કારણે હતોત્સાહ થવું, સ્વાભિમાન ખોઈ બેસવું, તે વ્યવહારિક બલ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ પ્રતિઘાત છે. નિશ્ચયથી- મોહકર્મ અને અંતરાય કર્મના ઉદયે સંયમ-તપમાં પુરુષાર્થ ન થાય, જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયે જ્ઞાન રુચિ જ ન થાય, સ્વાધ્યાયાદિનું મન ન થાય; પ્રશસ્ત ગતિ, સ્થિતિ આદિનો પ્રતિઘાત થવાથી જેમ ભોગ પ્રતિઘાત થાય છે તેમ તે વ્યક્તિ પ્રશસ્ત માર્ગે પોતાના બલવીર્ય આદિનું પરાક્રમ પણ કરી શકતા નથી; તે જ બલવીર્ય પુરુષાકાર પરાક્રમ પ્રતિઘાત કહેવાય છે.
આજીવકના પ્રકાર :५६ पंचविहे आजीवे पण्णत्ते,तं जहा- जाईआजीवे, कुलाजीवे, कम्माजीवे, सिप्पाजीवे, लिंगाजीवे । ભાવાર્થ :- આજીવક(આજીવિકા ચલાવનારા પુરુષોના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પોતાની બ્રાહ્મણાદિજાતિ બતાવી આજીવિકા ચલાવનારા. (૨) પોતાના ઉગ્રકુળ આદિ કુળ બતાવી આજીવિકા ચલાવનારા. (૩) કૃષિ આદિ કર્મથી આજીવિકા ચલાવનારા. (૪) શિલ્પ આદિ કળાથી આજીવિકા ચલાવનારા. (૫) સાધવેષ આદિ લિંગ ધારણ કરી આજીવિકા ચલાવનારા.