________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧
[ ૨૫]
हरिणेगमेसी पायत्ताणियाहिवई, वाऊ आसराया पीढाणियाहिवई, एरावणे हत्थिराया कुंजराणियाहिवई, दामड्डी उसभाणियाहिवई, माढरे रहाणियाहिवई । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રની સંગ્રામ કરનારી પાંચ સેનાઓ અને પાંચ સેનાના પાંચ અધિપતિ દેવો છે, તે આ પ્રમાણે છે– (૧) પાયદળસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) વૃષભસેના (પ) રથસેના.
(૧) પાયદળસેનાના અધિપતિ “હરિર્ઝેગમેષી', (૨) અશ્વસેનાના અધિપતિ “અશ્વરાજ વાયુ”, (૩) હસ્તિસેનાના અધિપતિ “હસ્તિરાજ ઐરાવત’ છે, (૪) વૃષભસેનાના અધિપતિ ‘દામદ્ધિ' અને (૫) રથસેનાના અધિપતિ “માઢર’ છે. ५२ ईसाणस्स णं देविंदस्स देवरण्णो पंच संगामिया अणिया पंच संगामिया अणियाहिवई पण्णत्ता, तं जहा- पायत्ताणिए, पीढाणिए, कुंजराणिए, उसभाणिए, રહાગિણ ા
लहुपरक्कमे पायत्ताणियाहिवई, महावाऊ आसराया पीढाणियाहिवई, पुप्फदंते हत्थिराया कुंजराणियाहिवई, महादामड्डी उसभाणियाहिवई, महामाढ रे रहाणियाहिवई।
जहा सक्कस्स तहा सव्वेसिं दाहिणिल्लाणं जाव पाणयस्स । जहा ईस्साणस्स तहा सव्वेसिं उत्तरिल्लाणं जाव अच्चुयस्स । ભાવાર્થ:- દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સંગ્રામ કરનારી પાંચ સેનાઓ અને પાંચ સેનાના અધિપતિઓ છે, તે આ પ્રમાણે છે– પાયદળસેના, અશ્વસેના, હસ્તિસેના, વૃષભસેના, રથસેના.
(૧) પાયદળસેનાના અધિપતિ ‘લઘુપરાક્રમ', (૨) અશ્વસેનાના અધિપતિ “અશ્વરાજ મહાવાયુ”, (૩) હસ્તિસેનાના અધિપતિ “હસ્તિરાજ પુષ્પદંત', (૪) વૃષભસેનાના અધિપતિ “મહાદામદ્ધિ' (૫) રથસેનાના અધિપતિ “મહામાઢર” છે.
દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની જેમ જ પ્રાણત પર્યતના સર્વ દક્ષિણ દિશાના વૈમાનિક ઇન્દ્રોના અર્થાત્ સનસ્કુમારેદ્ર, બ્રહ્મલોકેન્દ્ર, મહારાજેન્દ્ર, પ્રાણતેન્દ્રની પાંચ સેના અને પાંચ સેનાધિપતિદેવો જાણવા.
દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની જેમ જ અશ્રુત પર્વતના સર્વ ઉત્તર દિશાના વૈમાનિક ઇન્દ્રોના અર્થાત્ માહેન્દ્ર, લાંતકેન્દ્ર, સહસારેન્દ્ર, અચ્યતેન્દ્રની પાંચ સેનાઓ અને પાંચ સેનાધિપતિ દેવો જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભવનપતિ અને વૈમાનિક દેવોના ઇન્દ્રોની પાંચ-પાંચ સેનાઓ અને તેના પાંચ-પાંચ સેનાધિપતિઓનું કથન છે. તેમાં ભવનપતિ દેવોના ઇન્દ્રોને મહિષસેના હોય છે જ્યારે વૈમાનિક દેવોના