________________
૨૪
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સેનાધિપતિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) પાયદળસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) મહિષસેના (૫) રથસેના.
(૧) પાયદળસેનાના અધિપતિ “ભદ્રસેન', (૨) અશ્વસેનાના અધિપતિ “અશ્વરાજ યશોધર', (૩) હસ્તિસેનાના અધિપતિ ‘હતિરાજ સુદર્શન', (૪) મહિષસેનાના અધિપતિ “નીલકંઠ' (૫) રથસેનાના અધિપતિ ‘આનંદ’ છે. ५० भूयाणंदस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो पंच संगामियाणिया, पंच संगामियाणियाहिवई पण्णत्ता, तं जहा- पायत्ताणिए पीठाणिए कुंजराणिए महिसाणिए रहाणिए ।
दक्खे पायत्ताणियाहिवई, सुग्गीवे आसराया पीढाणियाहिवई, सुविक्कमे हत्थिराया कुंजराणियाहिवई, सेयकंठे महिसाणियाहिवई, णंदुत्तरे रहाणियाहिवई। एवं जहा धरणस्स तहा सव्वेसिं दाहिणिल्लाणं जाव घोसस्स । जहा भूयाणंदस्स तहा सव्वेसिं उत्तरिल्लाणं जाव महाघोसस्स । ભાવાર્થ :- નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની સંગ્રામ કરનારી પાંચ સેનાઓ અને પાંચ સેનાના અધિપતિ દેવો છે, તે આ પ્રમાણે છે– (૧) પાયદળસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) મહિષસેના (૫) રથસેના.
(૧) પાયદળસેનાના અધિપતિ “દક્ષ', (૨) અશ્વસેનાના અધિપતિ “અશ્વરાજ સુગ્રીવ' (૩) હસ્તિસેનાના અધિપતિ હસ્તિરાજ સુવિક્રમ', (૪) મહિષસેનાના અધિપતિ “શ્વેતકંઠ' અને (૫) રથસેનાના અધિપતિ “નંદોત્તર’ છે.
આ રીતે ધરણેન્દ્રની જેમ જ દક્ષિણ દિશાના સર્વ અધિપતિ ઇન્દ્રો અર્થાત્ વેણુદેવ, હરિકાંત, અગ્નિશિખ, પૂર્ણ, જલકાંત, અમિતગતિ, વેલમ્બ અને ઘોષની પાંચ સેનાઓ અને પાંચ સેનાના અધિપતિ દેવો જાણવા.
ભૂતાનંદની જેમ જ સર્વ ઉત્તરદિશાધિપતિ ઇન્દ્રો અર્થાતુ વેણુદાલિ, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજન અને મહાઘોષની પાંચ-પાંચ સેનાઓ અને પાંચ-પાંચ સેનાના અધિપતિ દેવો જાણવા.
५१ सक्कस्स णं देविंदस्स देवरण्णो पंच संगामिया अणिया, पंच संगामिया अणियाहिवई पण्णत्ता, तं जहा- पायत्ताणिए, पीढाणिए, कुंजराणिए, उसभाणिए, रहाणिए ।