________________
[ ૨૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
વિવેચન :
પરિચારણા એટલે કુશીલનું સેવન. કાયપરિચારણાની જેમ સ્પર્શ, રૂપદર્શન, શબ્દશ્રવણ અને માનસિક સંકલ્પ દ્વારા અબ્રભેચ્છા તૃપ્ત થઈ શકે છે. વૃત્તિકારે આ પાંચે પરિચારણા દેવ સંબંધી કહી છે. બાર દેવલોક પર્વતના દેવોને અબ્રહ્મા હોય છે. બાર દેવલોક પછી અબ્રહ્મચ્છા હોતી નથી. તેમાં ૧, ૨ દેવલોકમાં કાયપરિચારણા, ૩, ૪ દેવલોકમાં સ્પર્શપરિચારણા, ૫, ૬ દેવલોકમાં રૂપપરિચારણા, ૭, ૮ દેવલોકમાં શબ્દપરિચારણા, ૯ થી ૧૨ દેવલોકમાં મનપરિચારણા હોય છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં પરિચારણા હોતી નથી.
દેવલોકોમાં જ્યાં કાયપરિચારણા કહી છે ત્યાં સ્પર્શ, રૂપ, શબ્દ અને મનપરિચારણા હોય છે પરંતુ જ્યાં સ્પર્શપરિચારણા કહી છે, ત્યાં કાયપરિચારણા હોતી નથી; ત્યાં રૂપ, શબ્દ અને મન આ ત્રણ પરિચારણા હોય છે. આ રીતે દેવોમાં પ્રત્યેક પરિચારણામાં તેની પૂર્વની પરિચારણા હોતી નથી, પછીની પરિચારણા હોય છે.
મનુષ્યો અને તિર્યોમાં સર્વ પ્રકારની પરિચારણા હોય છે. અમરેન્દ્ર, બલીન્દ્રની અગ્રમહિષી:
४५ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो पंच अग्गमहिसीओ પાણીનો, તું નર- વાલી, રા, રથ, વિન્ , મે | ભાવાર્થ :- અસુરેન્દ્ર અસુરકુમાર રાજા ચમરેન્દ્રને પાંચ અગ્રમહિષીઓ છે, યથા– (૧) કાલી () રાત્રી (૩) રજની (૪) વિધુત (૫) મેઘા.
४६ बलिस्स णं वइरोयर्णिदस्स वइरोयणरण्णो पंच अग्गमहिसीओ પvણત્તાગો, હિ- કુંભ, નિશુંભ, જં, નિરંભ, મUT I ભાવાર્થ:- વેરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિને પાંચ અગ્રમહિષીઓ છે, યથા– (૧) શુંભા (૨) નિશુંભા (૩) રંભા (૪) નિરંભા (૫) મદના. વિવેચન :
ચમરેન્દ્ર અને બલીન્દ્રને પાંચ-પાંચ અગ્રમહિષીઓ છે. પાંચમું સ્થાન હોવાથી સૂત્રકારે પાંચ અગ્રમહિષીવાળા બે ઇન્દ્રનું જ કથન કર્યું છે. શેષ સર્વ દેવેન્દ્રોની અગ્રમહિષીઓનું કથન જીવાભિગમ સૂત્ર અને ભગવતી સૂત્રમાં છે. ઈન્દ્રોની સેનાઓ-સેનાધિપતિઓ:|४७ चमरस्स णं असुरिंदस्स असुरकुमारण्णो पंच संगामिया अणिया,