________________
સ્થાન - ૫ : ઉદ્દેશક - ૧
ભાવાર્થ :- પાંચ પ્રકારના આર્જવસ્થાન(સંવરસ્થાન અથવા મોક્ષસ્થાન) છે, તે આ પ્રમાણે છે– (૧) સાધુની સરળતા (૨) સાધુની મૃદુતા(કોમળતા) (૩) સાધુની લઘુતા (૪) સાધુની ક્ષમા (૫) સાધુની નિર્લોભતા.
વિવેચન :
૨૧
અન્નવકાળા :- આર્જવ એટલે ઋજુતા, મોક્ષ. પ્રસંગાનુસાર અહીં તેનો અર્થ સંવર થાય છે. ક્ષમા રાખવી, સરળતા રાખવી, વગેરે શુભભાવો સાધુ માટે સંવર અને મોક્ષના હેતુ છે.
જ્યોતિષી દેવના પ્રકાર :
૪૨ ૫ત્ર વિહા નોલિયા પળત્તા, તેં નહીં- ૨વા, સૂડા, નહીં, ખત્ત્વત્તા, ताराओ ।
ભાવાર્થ :- જ્યોતિષી દેવ પાંચ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા.
પાંચ પ્રકારના દેવ
:
૪૨ પંચવિહા તેવા પળત્તા, તેં હા- વિયવવ્વલેવા, ળરહેવા, ધમ્મવેવા, देवाहिदेवा भावदेवा ।
ભાવાર્થ :- દેવના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ભવ્યદ્રવ્યદેવ– ભવિષ્યમાં દેવ પર્યાય પામવાના છે, તેવા મનુષ્ય અને તિર્યંચ (૨) નરદેવ– રાજા, મહારાજા ચક્રવર્તી વગેરે. (૩) ધર્મદેવ– આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે. (૪) દેવાધિદેવ– અરિહંત, તીર્થંકર. (૫) ભાવદેવ– દેવપર્યાયમાં વર્તતા
જીવો.
પરિચારણા :
४४ पंचविहा परिचारणा पण्णत्ता, તેં બહા- વાયરવાળા, फासपरिचारणा, रूवपरिचारणा, सद्दपरिचारणा, मणपरिचारणा ।
ભાવાર્થ:· કુશીલ સેવનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શરીરથી મૈથુન સેવન કરવું. (૨) કુશીલભાવે સ્ત્રી– પુરુષને આલિંગન કરવું. (૩) રૂપ પરિચારણા– કુશીલભાવે સ્ત્રી-પુરુષના રૂપ જોવા (૪) કુશીલભાવે સ્ત્રી– પુરુષના ગીતાદિ સાંભળવા (૫) કુશીલભાવે સ્ત્રી– પુરુષનું ચિંતન, મનન કરવું.