________________
૨૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સમુચિત વ્યવસ્થા કરે (૫) આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં વિચારણા યોગ્ય વિષયોની સ્થવિરો સાથે વિચારણા કરીને, દરેક સાધુની ભાવના જાણીને જ ગંભીર વિષયોનો નિર્ણય કરે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગચ્છનું સંગઠન તૂટવાના અને ગચ્છ સંગઠિત રહેવાના કારણો સૂચિત કર્યા છે.
બંને સૂત્રોનો સાર એ છે કે- જે ગચ્છમાં આચાર્ય કે ગુરુના આહાર, વિહાર, ચાતુર્માસ સંબંધી આદેશોનું યોગ્ય રીતે પાલન થાય, આચાર-વિચારનું એકરૂપતાથી સમ્યફ પાલન થાય, દરેક સાધુ વડીલોનું સમ્યક સમ્માન કરે, યોગ્ય વિનય વ્યવહાર કરે; આચાર્ય, ઉપાધ્યાય કે વડીલ ગુરુ શિષ્યોને શિક્ષિત કરવાના અને શાસ્ત્ર ભણાવવાના પોતાના કર્તવ્યનું પૂર્ણ રીતે પાલન કરે, તેમાં ઉપેક્ષા ન રાખે, શાસ્ત્રાનુસાર વાચના આપે; જ્ઞાન, ધ્યાનની પૂર્ણ વ્યવસ્થા કરે; પ્રત્યેક સાધુ સેવાધર્મનું મહત્વ સમજી યથાર્થ પાલન કરે, પદવીધર પણ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી નિર્ણય ન કરે તો ગચ્છના સંગઠનનો વિકાસ થાય અને સંગઠન સુચારુ રૂપથી ચાલે. કુ વા :- કલહના સ્થાન, ઝગડાના કારણો, નિમિત્તો, સંઘભેદના કારણો, ગચ્છ છિન્ન-ભિન્ન થવાના કારણો, સંગઠન તૂટવાના નિમિત્તો. સુર પળવનાર ધારે - સુત્ત = સૂત્ર અને પર્યવજાત = અનેક પર્યાયો. આચાર્ય-ઉપાધ્યાય અનેક અર્થ પરમાર્થથી સૂત્રોને ધારણ કરે છે. આ પદનું તાત્પર્ય એ છે કે આચાર્ય, ઉપાધ્યાય જે જે સૂત્રોના જે જે અર્થ પરમાર્થ જાણતા હોય તે પરમાર્થની યથાસમયે શિષ્યોને વાચના દ્વારા ધારણા કરાવે.
નિષધાના પ્રકાર :
४० पंच णिसिज्जाओ पण्णत्ताओ, तं जहा- उक्कुडुया, गोदोहिया, समपायपुता, पलियका, अद्धपलियका ।। ભાવાર્થ – નિષિદ્ધા-આસન, બેસવાની રીતના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉભડક બેસવું. (૨) ગાયને દોહવાના આસને બેસવું. (બંને ઘૂંટણને(ગોઠણને) જમીનથી ઊંચા રાખી, પંજાના બળ પર બેસવું) (૩) બન્ને પગ અને પૂંઠને ભૂમિનો સ્પર્શ કરાવી બેસવું. (૪) પલાંઠીવાળીને બેસવું. (૫) અર્ધ પલાંઠીવાળી બેસવું.
આર્જવ સ્થાન :४१ पंच अज्जवट्ठाणा पण्णत्ता, तं जहा- साहुअज्जवं साहुमद्दवं, साहुलाघवं, साहुखती साहुमुत्ती।