________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧
३० पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वणियाइं जाव अब्भणुण्णायाइं भवंति, तं जहा- अरसाहारे, विरसाहारे, अंताहारे, पंताहारे, लूहाहारे । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે પાંચ અભિગ્રહ સ્થાનો સદા વર્ણિત કર્યા છે થાવત્ અભ્યનુજ્ઞાત કર્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અરસાહાર- હીંગ આદિથી વઘાર ન કર્યો હોય તેવો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨) વિરસાહાર- જૂના ધાન્યથી નિર્મિત આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૩) અંત્યાહાર- વધેલો આહાર, કોદરા વગેરે વિસ્તાર ધાન્યમાંથી તૈયાર કરેલો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૪) પ્રાન્તાહાર- તુચ્છ, વાસી, ઠંડો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૫) રૂક્ષાહારરુક્ષ એટલે લૂખો-સૂકો આહાર લેવાનો અભિગ્રહ કરવો. ३१ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वणियाइं जाव अब्भणुण्णायाइं भवंति, तं जहा- अरसजीवी, विरसजीवी, अंतजीवी, पंतजीवी, लूहजीवी । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે પાંચ અભિગ્રહ સ્થાનો સદા વર્ણિત કર્યા છે થાવત્ અભ્યનુજ્ઞાત કર્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અરસજીવી– જીવન પર્યત રસ રહિત આહાર કરવો. (૨) વિરમજીવી- જીવન પર્યત અમનોજ્ઞ રસવાળો આહાર કરવો (૩) અંત્યજીવી- જીવન પર્યંત નિઃસાર આહાર કરવો. (૪) પ્રાન્તજીવી- જીવન પર્યત તુચ્છ આહાર કરવો. (૫) રૂક્ષ જીવી- જીવન પર્યત લૂખો સૂકો આહાર કરવો. વિવેચન
પ્રસ્તુત છ સૂત્રો દ્વારા સૂત્રકારે પાંચ, પાંચ પ્રકારના અભિગ્રહના કથન દ્વારા ૩૦ પ્રકારના અભિગ્રહો અને અભિગ્રહધારી મુનિઓનું કથન કર્યું છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. અભિગ્રહધારી મુનિઓ આહાર સંબંધી વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરી, આહારની ગવેષણા કરે અને સંકલ્પિત આહાર મળે તો જ ગ્રહણ કરે છે.
અભિગ્રહનો સમાવેશ બાહ્ય તપમાં થાય છે. આ ત્રીસ પ્રકારના અભિગ્રહો છ પ્રકારના બાહ્ય તપમાંથી ભિક્ષાચર્યા અને રસપરિત્યાગ નામના તપમાં સમાવિષ્ટ છે. આ ત્રીસ ભેદનું વર્ણન શ્રી ભગવતી સૂત્ર અને ઔપપાતિક સૂત્રમાં પણ છે.
આસન સંબંધી અભિગ્રહો - |३२ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं