________________
[૧૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
(૪) પ્રાન્તચરક- તુચ્છ તથા વાસી આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરવો. (૫) રુક્ષચરક– સર્વ પ્રકારના રસોથી રહિત, રુક્ષ આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરવો. २७ पंच ठाणाइ समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वणियाइं जाव अब्भणुण्णायाई भवति, तं जहा- अण्णायचरए, अण्णगिलायचरए, मोणचरए संसट्ठकप्पिए, तज्जायसंसट्ठकप्पिए । ભાવાર્થ :- શ્રમણ-ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણ નિગ્રંથો માટે પાંચ અભિગ્રહ સ્થાનો સદા વર્ણિત કર્યા છે યાવતુ અભ્યનુજ્ઞાત કર્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અજ્ઞાતચરક–સાધુ ગોચરી લેવા આવશે, એમ જેને અનુમાન કે કલ્પના પણ ન હોય તેવા ઘરેથી ભિક્ષા લેવાનો અભિગ્રહ કરવો. (૨) અન્નગ્લાયક ચરક– અમનોજ્ઞ દેખાતા કે ગણાતા આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૩) મૌનચરકબોલ્યા વિના મૌનપૂર્વક ભિક્ષા લેવાનો અભિગ્રહ કરવો. (૪) સંસુષ્ટકલ્પિક– ભોજનથી ખરડાયેલા હાથ અને કડછી આદિથી ભિક્ષા લેવાનો અભિગ્રહ કરવો. (૫) તજ્જાતસંસૃષ્ટકલ્પિક– દય(દેવા યોગ્ય) દ્રવ્યથી ખરડાયેલા હાથ આદિથી ભિક્ષા લેવાનો અભિગ્રહ કરવો.
२८ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वणियाइं जाव अब्भणुण्णायाइं भवति, तं जहा- उवणिहिए, सुद्धेसणिए, संखादत्तिए, दिट्ठलाभिए, पुट्ठलाभिए । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે પાંચ અભિગ્રહ સ્થાનો સદા વર્ણિત કર્યા છે થાવતુ અભ્યનુજ્ઞાત કર્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઔપનિધિક– દાતાની પાસે રાખેલો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨) શુદ્વેષણિક– કોઈપણ પ્રકારની છૂટછાટ કે અપવાદસેવનવિના પૂર્ણ નિર્દોષ આહારની ગવેષણા કરવાનો અભિગ્રહ કરવો. (૩) સંખ્યાદત્તિક– પરિમિત દત્તિઓનો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૪) દખલાભિક સામે દેખાતા હોય તેવા આહાર પાણી લેવાનો અભિગ્રહ કરવો. (૫) પૃષ્ટ લાભિક ભિક્ષામાં શું લેશો? એમ પૂછાયા પછી જ ભિક્ષા લેવાનો અભિગ્રહ કરવો.
२९ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्वं वण्णियाई जाव अब्भणुण्णायाई भवंति, तं जहा- आयबिलिए, णिव्विइए, पुरिमड्डिए, परिमितपिंडवाइए, भिण्णपिंडवाइए ॥
ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે પાંચ અભિગ્રહ સ્થાનો સદા વર્ણિત કર્યા છે યાવતુ અભ્યનુજ્ઞાત કર્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આયંબિલ કરવું. (૨) વિગયોનો ત્યાગ કરવો. (૩) બે પોરસી કરવી. (૪) અલ્પ આહારની માત્રાનો અભિગ્રહ કરવો. (૫) ટૂકડા કરેલા ખાદ્ય પદાર્થ લેવાનો અભિગ્રહ કરવો અર્થાત્ આખી રોટલી કે આખા લાડવા વગેરે ન લેવા.