________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧.
[ ૧૩]
છે, વ્યક્ત કર્યા છે– સ્પષ્ટ વાણીથી કહ્યા છે, પ્રશંસિત કર્યા છે, અભ્યનુજ્ઞાત કર્યા છે અર્થાત્ ધારણ કરવાની આજ્ઞા આપી છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષમા (૨) નિર્લોભતા (3) સરલતા (૪) મૃદુતા (૫) લઘુતા. २५ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वणियाई णिच्चं कित्तियाई णिच्चं बुइयाई णिच्चं पसत्थाई णिच्चं अब्भणुण्णायाई भवंति, तं जहा- सच्चे, संजमे, तवे, चियाए, बंभचेरवासे । ભાવાર્થ - શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે પાંચ સ્થાન વર્ણિત કર્યા છે, કીર્તિત કર્યા છે, વ્યક્ત કર્યા છે, પ્રશસિત કર્યા છે અને અભ્યનુજ્ઞાત કર્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સત્ય (૨) સંયમ (૩) તપ (૪) ત્યાગ (૫) બ્રહ્મચર્ય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દસ ધર્મોનું કથન પાંચમું સ્થાન હોવાથી પાંચ-પાંચ પ્રકારે, બે સૂત્ર દ્વારા કર્યું છે. દસમા સ્થાનમાં આ જ દસ ધર્મોનું કથન દસ શ્રમણધર્મ રૂપે કર્યું છે. દશવિધ યતિધર્મ :- (૧) હતી- ક્ષમા. ક્રોધનો નિગ્રહ. (૨) કુ- મુક્તિ. લોભનો નિગ્રહ. (૩) અwવે- આર્જવ, સરળતા. માયાનો નિગ્રહ. (૪) મદુ- માર્દવ. માનનો નિગ્રહ. (૫) તારવેલાઘવ. ઉપકરણની અલ્પતા તથા ઋદ્ધિ, રસ, શાતા આ ત્રણ ગૌરવનો ત્યાગ. (૬) સર્વે- સત્ય. કાયા, ભાવ, ભાષાની સત્યતા અને અવિસંવાદ યોગ અર્થાત્ કથની અને કરણીની સમાનતા (૭) સાથેસંયમ. અહિંસાદિ વ્રત, સમિતિઓનું યથાર્થ પાલન, ઇન્દ્રિય સંયમ (૮) તવે- તપ. વિષય, કષાયનો નિગ્રહ કરી આત્માને ધ્યાન, સ્વાધ્યાયથી ભાવિત કરવો. () વિયાણ- ત્યાગ. આસક્તિ છોડી પદાર્થ પ્રતિ વૈરાગ્યભાવ રાખવો તથા સાંભોગિક સાધુને આહાર, ઉપકરણ વગેરે આપવા. (૧૦) વમરવારેનવવાડ સહિત બ્રહ્મચર્યપાલનમાં દત્તચિત્ત રહેવું.
આહાર સંબંધી અભિગ્રહો:|२६ पंच ठाणाई समणेणं भगवया, महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वणियाइं जाव अब्भणुण्णायाइं भवंति, तं जहा- उक्खित्तचरए, णिक्खित्तचरए, अतचरए, पतचरए, लूहचरए । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ, નિગ્રંથો માટે પાંચ અભિગ્રહ સ્થાનો સદા વર્ણિત કર્યા છે થાવત્ અભ્યનુજ્ઞાત કર્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઉક્લિપ્તચરક– જેમાં રસોઈ બનાવી હોય તેમાંથી બહાર કાઢી, બીજા પાત્રમાં રાખેલો આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરવો. (૨) નિક્ષિપ્તચરકગુહસ્થ જેમાં રસોઈ બનાવી હોય તે જ પાત્રમાંથી આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરવો. () અંતચરક- ગૃહસ્થ ભોજન કરી લે પછી વધેલો આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરવો.