________________
૧૨
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
દુખાવવું, ટુવ્વિમાં, વુપસ્સું ડુતિતિાં, ટુરનુવર ।
ભાવાર્થ :- પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પાંચ સ્થાન દુર્ગમ-કઠિન હોય છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્મ તત્ત્વનું આખ્યાન કરવું (૨) ભેદાનુભેદ સાથે વસ્તુ તત્ત્વનો ઉપદેશ આપવો (૩) તત્ત્વોનું યુક્તિપૂર્વક નિર્દેશન કરવું. (૪) પરિષહો-ઉપસર્ગો સહન કરવા (૫) સંયમનું પાલન અને ધર્મનું આચરણ કરવું.
२३ पंचहिँ ठाणेहिं मज्झिमगाणं जिणाणं सुग्गमं भवइ, तं जहा - सुआइक्खं, સુવિભન્ન, સુપÄ, સુતિતિવä, સુપુત્તર ।
ભાવાર્થ | :– મધ્યવર્તી બાવીસ તીર્થંકરોના શાસનમાં પાંચ સ્થાન સુગમ છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્મ તત્ત્વનું આખ્યાન કરવું (૨) ભેદાનુભેદ સાથે વસ્તુ તત્ત્વનો ઉપદેશ આપવો (૩) તત્ત્વોનું યુક્તિપૂર્વક નિર્દેશન કરવું (૪) પરિષહો-ઉપસર્ગો સહન કરવા (૫) સંયમનું પાલન અને ધર્મનું આચરણ કરવું.
વિવેચન :
પ્રત્યેક કાલચક્રના ચોવીસ તીર્થંકરોમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરોના સાધુઓ માટે પાંચ સ્થાન દુર્ગમ અને મધ્યના બાવીસ તીર્થંકરોના શાસનમાં તે જ પાંચ સ્થાન સુગમ બની જાય છે.
પ્રથમ તીર્થંકરના સાધુ ઋજુ અને જડ પ્રકૃતિવાળા હોય છે તથા અંતિમ તીર્થંકરના સાધુ વક્ર અને જડ પ્રકૃતિવાળા હોય છે તેથી તેઓનો ક્ષયોપશમ મંદ હોય છે. જ્યારે બાવીસ તીર્થંકરના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેઓનો ક્ષયોપશમ વિશેષ-વિશેષતર હોય છે. તથાપ્રકારના કાલના પ્રભાવે, ક્ષયોપશમની તરતમતાના કારણે જ સૂત્રોક્ત પાંચે સ્થાન દુર્ગમ અને સુગમ બને છે.
સૂત્રોક્ત પાંચ સ્થાનમાંથી પ્રથમના ત્રણ, ધર્મના નિરૂપણની કઠિનતા અને સુગમતા દર્શાવે છે અને અંતિમ બે ધર્મના આચરણરૂપ સંયમ-તપની કઠિનતા અને સુગમતા દર્શાવે છે.
સૂત્રોક્ત આ કથનને એકાંતિક ન સમજતાં અનેકાંતિક દૃષ્ટિકોણથી સમજવું જોઈએ. કારણ કે પ્રથમ અને અંતિમ તીર્થંકરોના શાસનમાં પણ ગણધરો તથા ચૌદપૂર્વીઓ અને ચાર બુદ્ધિના સ્વામી ઘણા શ્રમણો હોય છે. તેઓને ધર્મનું આખ્યાન આદિ સુગમ હોય છે. મોક્ષગામી ઘણા જીવોને વિકટતપ અને સંયમ પણ સુગમ હોય છે; માટે સૂત્રનો વિષય સાપેક્ષ છે.
ખંતી આદિ શ્રમણધર્મની અનુજ્ઞા :
२४ पंच ठाणाइं समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वण्णियाइं णिच्चं कित्तियाइं णिच्चं बुइयाइं णिच्चं पसत्थाइं णिच्चमब्भणुण्णायाई મવંતિ, તેં બહા- હતી, મુત્તી, અન્ગવે, મહ્ત્વ, લાષવે ।
ભાવાર્થ
:– શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ-નિગ્રંથો માટે પાંચ સ્થાન સદા વર્ણિત કર્યા છે, કીર્તિત કર્યા