________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧
[ ૧૧ ]
તેથી તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય જ છે. પરંતુ અહીં પાંચમા સ્થાનમાં પાંચની સંખ્યાને અનુલક્ષીને કથન હોવાથી બે ગંધ અને આઠ સ્પર્શનું કથન નથી.
દારિકાદિ શરીરમાં વર્ણાદિ:|१९ पंच सरीरगा पण्णत्ता, तं जहा- ओरालिए, वेउव्विए, आहारए, तेयए,
ભાવાર્થ - શરીરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક શરીર (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તેજસ્ શરીર (૫) કામણ શરીર. २० ओरालियसरीरे पंचवण्णे पंचरसे पण्णत्ते, तं जहा- किण्हे, णीले, लोहिए हालिद्दे, सुक्किल्ले । तित्ते, कडुए, कसाए, अबिले, महुरे । एवं वेउव्विय सरीरे जाव कम्मगसरीरे पंचवण्णे पंचरसे पण्णत्ते, तं जहा- किण्हे जाव सुक्किल्ले । तित्ते जाव महुरे । ભાવાર્થ:- ઔદારિક શરીર પાંચ વર્ણ અને પાંચ રસયુક્ત છે, તે આ પ્રમાણે છે- કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેત વર્ણવાળા અને તીખા, કડવા, કષાયેલા, ખાટા અને મધુર રસવાળા હોય છે. તે જ રીતે વૈક્રિય શરીરથી કામણ શરીર સુધીના દરેક શરીર પાંચ વર્ણ અને પાંચ રસયુક્ત હોય છે, તે આ પ્રમાણે છે– કાળાથી શ્વેત પર્યત પાંચ વર્ણ અને તીખાથી, મધુર પર્યત પાંચ રસવાળા હોય છે. २१ सव्वे विणं बादरबोंदिधरा कलेवरा पंचवण्णा पंचरसा दुगंधा अट्ठफासा । ભાવાર્થ :- સર્વ બાદર(ચૂલ) શરીરધારીના કલેવર-શરીર પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શવાળા હોય છે.
વિવેચન :
પૂર્વ સૂત્રોમાં દંડકવર્તી જીવોના સામાન્ય શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ અને પાંચ રસનું કથન છે અને પ્રસ્તુત સૂત્રોમાં ઔદારિક આદિ પાંચે ય શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ અને પાંચ રસનું નિરૂપણ છે. અંતિમ સૂત્રમાં સર્વ સ્થૂલ શરીરોમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોવાનું નિરૂપણ છે. કાર્પણ શરીર સૂક્ષ્મ શરીર છે. તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે.
દુર્ગમ અને સુગમ સ્થાનો:|२२ पंचहिं ठाणेहिं पुरिम-पच्छिमगाणं जिणाणं दुग्गमं भवइ, तं जहा