________________
[૧૬]
શ્રી ઠાણાંગ સૂત્ર-૨ वण्णियाइं जाव अब्भणुण्णायाई भवंति, तं जहा- ठाणाइए, उक्कुडुआसणिए, पडिमट्ठाई, वीरासणिए, णेसज्जिए । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ગથો માટે પાંચ આસન સ્થાનો સદા વર્ણિત કર્યા છે થાવત્ અભ્યનુજ્ઞાત કર્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઊભા રહેવું (૨) ઉકડૂ-ઉભડક આસને બેસવું. (૩) સંપૂર્ણ રાત્રિ પર્યત કાયોત્સર્ગ કરી ઊભા રહેવું (૪) વીરાસને બેસવું. (૫) પલાંઠી વાળીને બેસવું. ३३ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वणियाइं जाव अब्भणुण्णायाइं भवंति, तं जहा- दंडायतिए, लगंडसाई, आयावए, अवाउडए अकडूयए । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે પાંચ આસન સ્થાનો સદા વર્ણિત કર્યા છે થાવત્ અભ્યનુજ્ઞાત કર્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કાષ્ઠના દંડ સમાન પગ સીધા રાખી ચત્તા સૂવું. (૨) વૃક્ષની લાકડીની જેમ વાંકાચૂકાં સૂવું. (૩) ગરમીની આતાપના લેવી. (૪) શીત પરીષહને સહન કરવા માટે વસ્ત્ર રહિત રહેવું. (૫) અકંડૂયક- ખંજવાળ ન કરવી.
વિવેચન :
અહીં બે સૂત્ર દ્વારા દસ પ્રકારના આસનનું કથન છે. આ દસે પ્રકારના આસનમાં સ્થિત મુનિ કાયક્લેશ તપ કરનાર છે. આસનની મહત્તા - મુનિ સુત્રોક્ત આસન સંયમ-શરીર નિર્વાહાર્થે અને કર્મનિર્જરાર્થે ધારણ કરે છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના આસન કરવાથી શરીરની ક્ષમતા અને સ્થિરતા વધે છે. શરીરની સ્થિરતા સાધકને ધ્યાનાદિ આવ્યંતર તપમાં સહાયક બને છે અને શરીરની ક્ષમતાથી ઉપસર્ગ-પરીષહને સહન કરવાની શક્તિ વધે છે.
આતાપનાના ત્રણ આસન - આતાપના એટલે સૂર્યના તાપને સહેવો. ઔપપાતિક સુત્રની ટીકામાં આતાપનાના ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) નિપજ્ઞ– ચત્તા, ઉંધા કે પડખાભેર સૂઈને લેવાતી આતાપના (૨) અનિપન્ન- ગોદોહન, ઉભડક કે પલાંઠીવાળી બેસીને લેવાતી આતાપના (૩) ઊર્ધ્વસ્થિત ઊભા રહીને લેવાતી આતાપના.
વૈયાવચ્ચનું ફળ :३४ पंचहिं ठाणेहि समणे णिग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवइ, तं जहा- अगिलाए आयरियवेयावच्चं करेमाणे, अगिलाए उवज्झायवेयावच्चं करेमाणे, अगिलाए थेरवेयावच्चं करेमाणे, अगिलाए तवस्सिवेयावच्चं