________________
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સુપરિણાયા:- સુપરિજ્ઞાત. ઇન્દ્રિયોના વિષયોનું સ્વરૂપ જાણી, તેનો ત્યાગ કરવો અર્થાત્ વિષયો પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો. જ્ઞાનદશામાં રહી ઇન્દ્રિયવિષયોથી થતા કર્મ બંધથી દૂર રહેવું.
દિલ્યાણ અનુમ..- સૂત્રમાં અપરિજ્ઞાત વિષયોનું પરિણામ પ્રદર્શિત કરવા અહિત, અશુભ વગેરે અને સુપરિજ્ઞાત વિષયોનું પરિણામ પ્રદર્શિત કરવા હિત, શુભ વગેરે પાંચ-પાંચ શબ્દોનો પ્રયોગ છે. તે પ્રતિપાધ વિષયની મહત્તા સૂચિત કરે છે. અહિત દુઃખરૂપ અશુભ-પુણ્યરહિત સક્ષમ અસમર્થ અખિસેસ અકલ્યાણ અyufમય ઉપકાર રૂપ ન થાય, મોક્ષસાધનામાં સાથ ન આપનાર. આ રીતે ઇન્દ્રિય વિષયોનું અજ્ઞાન અને તેની આસક્તિ દુર્ગતિ અને દુઃખની પરંપરાનું સર્જન કરે છે.
ઇન્દ્રિય વિષયોનું જ્ઞાન અને તેની અનાસક્તિ સુગતિ અને સુખની પરંપરાનું સર્જન કરે છે. દુર્ગતિ-સુગતિના કારણો -
११ पंचहि ठाणेहिं जीवा दोग्गइं गच्छति, तं जहा- पाणाइवाएणं, मुसावाएणं, अदिण्णादाणेणं, मेहुणेणं, परिग्गहेणं । ભાવાર્થ:- પાંચ કારણે જીવ દુર્ગતિમાં જાય છે, તે આ પ્રમાણે છે– (૧) હિંસાથી (૨) અસત્ય ભાષણથી (૩) ચોરીથી (૪) કુશીલસેવનથી (૫) પરિગ્રહથી. १२ पंचहिं ठाणेहिं जीवा सोग्गइं गच्छति, तं जहा- पाणाइवायवेरमणेणं, मुसावायवेरमणेणं, अदिण्णादाणवेरमणेणं, मेहुणवेरमणेणं, परिग्गहवेरमणेणं । ભાવાર્થ - પાંચ કારણે જીવ સુગતિમાં જાય છે, તે આ પ્રમાણે છે– (૧) હિંસા ત્યાગથી (૨) અસત્યના ત્યાગથી (૩) ચોરીના ત્યાગથી (૪) કુશીલસેવનના ત્યાગથી (૫) પરિગ્રહના ત્યાગથી.
વિવેચન :
આ સૂત્રમાં પ્રાણાતિપાત વગેરે પાંચ અવ્રતોને દુર્ગતિના કારણ કહ્યા છે. અવ્રત અશુભ આશ્રવરૂપ છે. અશુભ આશ્રવથી અશુભ કર્મબંધ થાય છે અને તેના ફળ સ્વરૂપે દુર્ગતિ પ્રાપ્ત થાય છે. પ્રાણાતિપાત આદિ પાંચે અવ્રતોના ત્યાગથી સંવર થાય છે અર્થાત્ મુખ્યતયા નવા કર્મ બંધાતા નથી અને ગૌણતાએ શુભકર્મ બંધાય છે. જેથી જીવ સુગતિને પ્રાપ્ત કરે છે.
ભદ્રા આદિ પડિમા :१३ पंच पडिमाओ पण्णत्ताओ, तं जहा- भद्दा, सुभद्दा, महाभद्दा, सव्वतोभद्दा, भद्दुत्तरपडिमा ।