________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧
ભાવાર્થ :- પાંચ પડિમા (અભિગ્રહ, પ્રતિજ્ઞા) છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્રા (૨) સુભદ્રા (૩) મહાભદ્રા (૪) સર્વતોભદ્રા (૫) ભદ્રોત્તર પ્રતિજ્ઞા. વિવેચન :
ભદ્રા વગેરે ચાર અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાઓનું વર્ણન સ્થાન- ૨, ઉ.૩, સૂત્ર ૬ તથા સ્થાન- ૪, ઉદ્દે.- ૧, સૂત્ર-૩૯ પ્રમાણે જાણવું. અહીં પાંચમું સ્થાન હોવાથી પાંચમી ભદ્રોત્તર પ્રતિજ્ઞાનો વિશેષ ઉલ્લેખ છે. ભદ્રોત્તર પ્રતિમા :- ભદ્રા એટલે કલ્યાણપ્રદાતા અને ઉત્તર એટલે પ્રધાન, પરમ. આ પ્રતિમા પરમ કલ્યાણપ્રદ હોવાથી તેને ભદ્રોત્તર પ્રતિમા કહે છે. તેનો પ્રારંભ પાંચ ઉપવાસથી થાય છે અને નવ ઉપવાસ સુધી ક્રમશઃ વધે છે. તેની પ્રથમ પરિપાટીમાં પાંચ મહિના અને પચ્ચીસ દિવસ તપના તથા પચ્ચીસ દિવસ પારણાના થાય છે. તેની ચાર પરિપાટીમાં ૭00 દિવસ તપના અને ૧૦૦ દિવસ પારણાના થાય છે. વિશેષ વર્ણન અંતગડ સૂત્ર પ્રમાણે જાણવું. સ્થાવરકાર અને તેના અધિપતિ દેવો:१४ पंच थावरकाया पण्णत्ता, तं जहा- इंदे थावरकाए, बंभे थावरकाए, सिप्पे थावरकाए, सम्मती थावरकाए, पायावच्चे थावरकाए । ભાવાર્થ :- પાંચ સ્થાવરકાય છે, તે આ પ્રમાણે છે– (૧) ઇન્દ્રસ્થાવરકાય- પૃથ્વીકાય (૨) બ્રહ્મ સ્થાવરકાય– અપ્લાય (૩) શિલ્પસ્થાવરકાય- તેજસ્કાય (૪) સમ્મતિસ્થાવરકાય- વાયુકાય (૫) પ્રાજાપત્ય સ્થાવરકાય- વનસ્પતિકાય. १५ पंच थावरकायाहिवई पण्णत्ता, तं जहा- इंदे थावरकायाहिवई, बंभे थावरकायाहिवई, सिप्पे थावरकायाहिवई, सम्मती थावरकायाहिवई, पायावच्चे थावरकायाहिवई । ભાવાર્થ :- પાંચ સ્થાવરકાયના પાંચ અધિપતિ છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વી સ્થાવરકાયના અધિપતિ ઇન્દ્ર. (૨) પાણી સ્થાવરકાયના અધિપતિ બ્રહ્મ. (૩) અગ્નિ સ્થાવરકાયના અધિપતિ શિલ્પ. (૪) વાયુ સ્થાવરકાયના અધિપતિ સમ્મતિ (૫) વનસ્પતિ સ્થાવરકાયના અધિપતિ પ્રજાપતિ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાંચ સ્થાવરકાય અને તેના અધિપતિ દેવોના નામ કહ્યા છે. જેવી રીતે દિશાઓના અધિપતિ ઇન્દ્ર, અગ્નિ આદિ છે, નક્ષત્રોના અધિપતિ અશ્વ, યમ આદિ છે. તેવી રીતે પ્રસ્તુત સૂત્રમાં પાંચ સ્થાવરકાયના અધિપતિઓનું કથન છે. તે અધિપતિ દેવો કઈ જાતિના છે, ક્યાં રહે છે ઇત્યાદિ સ્પષ્ટીકરણ સૂત્રમાં નથી. ભગવતીસૂત્ર શતક-૩, ઉદ્દેશક-૭ માં લોકગત પદાર્થોના અધિપતિ શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર અને તેના લોકપાલોને દર્શાવ્યા છે.