________________
સ્થાન-૫ઃ ઉદ્દેશક-૧,
९ पंच ठाणा अपरिण्णाया जीवाणं दुग्ग-गमणाए भवंति, तं जहाસદ્દા, વા, થા, રસ, પાસા | ભાવાર્થ - પાંચ કામગુણોનું અજ્ઞાન અને તેના અપ્રત્યાખ્યાન, એ જીવો માટે દુર્ગતિદાયક છે, તે આ પ્રમાણે છે– (૧) શબ્દ (૨) રૂપ (૩) ગંધ (૪) રસ (૫) સ્પર્શ. १० पंच ठाणा सुपरिण्णाया जीवाणं सुग्ग-गमणाए भवंति, तं जहाસદી, હવા, અથા, રસ, pla || ભાવાર્થ - પાંચ કામગુણોનું જ્ઞાન અને તેના પ્રત્યાખ્યાન, એ જીવો માટે સુગતિદાયક છે, તે આ પ્રમાણે છે– (૧) શબ્દ (૨) રૂપ (૩) ગંધ (૪) રસ (૫) સ્પર્શ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ઇન્દ્રિયો, તેના શબ્દાદિ પાંચ વિષયો અને તેની આસક્તિના પરિણામનું નિરૂપણ છે.
પાંચમું સ્થાન હોવાથી વર્ણ અને રસના પાંચ-પાંચ ભેદનું કથન કર્યું છે. ગંધના બે અને સ્પર્શના આઠ ભેદો હોવાથી તેનું કથન કર્યું નથી. ઇન્દ્રિયના આ પાંચ વિષયો કામગુણ રૂપ છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો પાંચ-પાંચ છે. તેથી તેનો સબંધ, તેની આસક્તિ, પરિજ્ઞા વગેરે પણ પાંચ-પાંચ છે. #ામ!મુખT:- કામ એટલે અભિલાષા, ઇચ્છા, વિષયેચ્છા અને ગુણ એટલે તેને પુષ્ટ કરનાર કે ઉત્પન્ન કરનાર; આ રીતે ઇચ્છાઓ અને વિષયેચ્છાઓને પરિપુષ્ટ કરનાર, વધારનાર શબ્દ, રૂપ આદિ ઇન્દ્રિય વિષયોને કામગુણ કહે છે. સન્નતિ - ઇન્દ્રિયોનો વિષય સાથે સંબંધ કરવો. રન્નતિઃ- ઇન્દ્રિયવિષયો પ્રત્યે રાગભાવ કરવો, આસક્તિ કરવી. મુછતિ - અત્યંત આસક્તિના કારણે ઇન્દ્રિયવિષયના કટુ પરિણામ જોયા વિના તેના સંરક્ષણ માટે સતત ચિંતિત રહેવું. નિતિ – વિષયોમાં અસંતુષ્ટ રહેવું, તેમાં તૃપ્ત ન થવું અને તેની આકાંક્ષા રાખવી. ૩ોવવનંતિ –અબુપપન્નતા. વિષય સેવનમાં એકચિત્ત બની જવું, તેની પ્રાપ્તિમાંદાચિત્ત બની જવું. વિળિયાયમીવનંતિ – વિશેષ ઘાતની પ્રાપ્તિ. (૧) વિષય સેવનથી મૃત્યુની પ્રાપ્તિ. (૨) વિષય સેવનથી આત્મગુણનો નાશ અને દુર્ગતિની પ્રાપ્તિ. (૩) જન્મ મરણની પ્રાપ્તિ. અ vળા:- અપરિજ્ઞાત. ઇન્દ્રિયોના વિષયોનું સ્વરૂપ ન જાણવું અને તેનો ત્યાગ ન કરવો અર્થાત્ અજ્ઞાનતાથી વિષયોમાં સંલગ્ન રહેવું.