________________
શ્રી ઠાણાગ સૂત્ર-૨
અવધિજ્ઞાન વગેરેની ઉપલબ્ધિ થાય છે. ચિત્તની ચંચળતા ઉપલબ્ધિમાં બાધક છે. અભૂતપૂર્વ દશ્ય જોવાથી ચિત્તમાં ચંચળતા, આશ્ચર્ય કે કુતૂહલ ઉત્પન્ન થાય અને ચિત્ત ચંચળ બની જાય તો પ્રાપ્ત થયેલું અવધિજ્ઞાન નાશ પામે છે. સામુહિક સાધનામાં વ્યવસ્થા અને નિયમોનું પાલન અનિવાર્ય છે. જ્યાં નિયમ હોય ત્યાં તેના ભંગના પ્રસંગે ઉપસ્થિત થાય અને તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તની પણ આવશ્યકતા રહે છે. આ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી કોણ છે? કોને, ક્યારે, કેવું, કેટલું પ્રાયશ્ચિત્ત આપી શકાય ? વગેરે વિષયોની પરંપરા આ સ્થાનમાં સંકલિત છે. મુખ્યતયા પ્રાયશ્ચિત્ત સૂત્રો નિશીથ સૂત્રમાં વર્ણિત છે, તેમ છતાં અહીં તેનું સંખ્યાની દષ્ટિએ સંકલન છે. સિદ્ધાંત, આચાર, દર્શન, પરંપરા વગેરે અનેકવિધ વિષયો આ સ્થાનમાં સંખ્યાની દષ્ટિએ સંકલિત કરવામાં આવ્યા છે. તેમાં વિષયોનું વૈવિધ્ય પ્રચુર માત્રામાં હોવાથી વાચકના રસ, રુચિ જળવાઈ રહે છે અને જ્ઞાનવૃદ્ધિ પામે છે.