________________
સ્થાન -૫: પરિચય.
પાંચમું સ્થાન
પરિચય
જે
જે જે
પ્રસ્તુત સ્થાનમાં પાંચ સંખ્યાવાળા વિષયો સંકલિત છે. ત્રણ ઉદ્દેશક ધરાવતા આ સ્થાનમાં કર્મનિર્જરાના કારણ, સંવર-અસંવર, જ્ઞાન, બંધ વગેરે તાત્ત્વિક વિષયો; મહાનદી, વક્ષસ્કાર પર્વત, અઢીદ્વીપ, મહાનરક, મહાવિમાન વગેરે ભૌગોલિક વિષયો; હેતુ-અહેતુ વગેરે દાર્શનિક વિષયો; રાજચિહ્ન, તીર્થકરોના કલ્યાણક વગેરે ઐતિહાસિક વિષયો; વિસંભોગ,પારાંચિત પ્રાયશ્ચિત્ત, આચારકલ્પ વગેરે પ્રાયશ્ચિત્ત સંબંધી વિષયો; અણુવ્રત-મહાવ્રત, પ્રતિમા, વર્ષાવાસ વગેરે ચારિત્ર સંબંધી વિષયો; પાંચ પ્રકારના સંવત્સર, નક્ષત્ર, જ્યોતિષી દેવોના ભેદ વગેરે જ્યોતિષ સંબંધી વિષયો; વચન અને કાયાની સ્થિરતાથી અવધિજ્ઞાનની ઉત્પત્તિ વગેરે તથા યોગસાધના સંબંધી વિષયોનું વર્ણન છે. આ વિષયો જેટલા જ્ઞાનવર્ધક છે તેટલા જ આકર્ષક અને વ્યાવહારિક પણ છે. જેમ કે પંવિહે સૌ પUારે આ પાંચ પ્રકારના શુદ્ધિના સાધનો છે. માટી શુદ્ધિનું સાધન છે. તેના દ્વારા વાસણ, પાત્ર સાફ કરવામાં આવે છે. પાણી શુદ્ધિનું સાધન છે. તેના દ્વારા વસ્ત્ર, પાત્ર, મકાન વગેરે સાફ કરવામાં આવે છે. અગ્નિ શુદ્ધિનું સાધન છે. તેના દ્વારા સોનું, ચાંદી વગેરેની શુદ્ધિ થાય છે. મંત્ર પણ શુદ્ધિનું સાધન છે. તેના દ્વારા વાયુમંડળ, વાતાવરણ શુદ્ધ કરવામાં આવે છે. બ્રહ્મચર્ય પણ શુદ્ધિનું સાધન છે. તેના આચરણથી આત્માની શુદ્ધિ થાય છે. સંય મજુસ્સીયુત્તાળ નારી પણ સંયમી સૂતા હોય તો પણ પાંચ ઇન્દ્રિયવિષયોમાં જાગતા જ હોય છે. મનની બે અવસ્થા છે– સુષુપ્ત અને જાગૃત. સંયમી સાધકની સાધના સુષુપ્ત બને ત્યારે શબ્દ, રૂપ વગેરે ઇન્દ્રિય વિષયો જાગૃત બની જાય છે અને સાધક સાધનામાં જાગૃત રહે ત્યારે શબ્દાદિ વિષયો સુષુપ્ત બને છે. અસંયત મનુષ્ય જાગતા હોય કે સૂતા હોય, બંને ય અવસ્થામાં તેના વિષયો જાગતા જ રહે છે અને વ્યક્તિ ઉપર પોતાનો પ્રભાવ પાડતા રહે છે.
પંડિતાના પત્તા = પાંચ પ્રકારની પ્રતિસલીનતા કહી છે. બહિર્મુખી વ્યક્તિની ઇન્દ્રિયો
અપ્રતિસલીન હોય છે. ક્યારેક તે શબ્દોમાં રમે છે, તો ક્યારેક રૂપોમાં મુગ્ધ બને છે. ક્યારેક ગંધમાં તન્મય બને છે, તો ક્યારેક તેને રસમાં આસક્તિ જન્મે છે અને ક્યારેક કોમળ સ્પર્શમાં તે ખોવાય જાય છે. મન અંતર્મુખી બને ત્યારે જ ઇન્દ્રિયો પ્રતિસલીન બને છે.
પહિંસાહિં મહિલાઓને મુખડિવાવિતપદમા હામાપા = તત્કાળ ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન પાંચ કારણોથી ભિત-ક્ષુબ્ધ બને છે અને પ્રારંભિક ક્ષણોમાં જ નાશ પામે છે. પાણી સ્થિર અને શાંત હોય ત્યારે જ તેમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. તેમ મન સ્થિર હોય ત્યારે જ