________________
મ.સા.ના આશીષે કાર્યને વેગ મળ્યો.
શ્રુતજ્ઞાનના સહસાક્ષી બની આગમનું અવલોકન કરનાર અદમ્ય પુરુષાર્થ આગમ મનિષી પૂતિલોકમુનિ મ.સા.ના શા-શા ઉપકાર વર્ણવું? તેઓએ પોતાને પ્રચ્છન્ન રાખી અન્યના વ્યક્તિત્વને ઉપસાવવા અનેરું યોગદાન આપ્યું છે.
આગમ જ્ઞાનલબ્ધ અમ ગુબંધુ શાસન પ્રભાવક પૂ.નમ્રમુનિ મ.સા. એ શ્રી ઠાણાંગસૂત્ર અવલોકી પ્રમાર્જન કર્યું છે.
મમ સંયમ જીવનના સુકાની મંગલમૂર્તિ પૂજ્યવરા પૂ.મુક્તાબાઈ મ.ના પરમ અનુગ્રહે આ કાર્ય નિર્વિને પાર ઉતર્યું છે. મમ સંયમ સંસ્કારદાત્રી, સ્વાધ્યાય તપ-જપમૌનના આરાધિકા, પૂ. ગુણીદેવા પૂ. લીલમબાઈ મ. એ કાયાની માયા વિસારીને, વર્યાતરાયના ક્ષયોપશમે, આવી જૈફવયે અપ્રમતયોગિની બની કાગળના કોડિયે શ્રુતજ્ઞાનના ચિરાગ પ્રગટાવતા મુખ્ય સંપાદિકાના કાર્યના અનવરત પુરુષાર્થી બનીને મારી અનેક ક્ષતિઓને દૂર કરી આગમની અનેરી આભા ખીલવી છે.
અમારા વડિલ ગુર્ભગિની પૂ. ઉષાબાઈ મ. સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં ગંગોત્રી બન્યા છે.
સહવર્તિની સહસંપાદિકા સાધ્વી ડૉ આરતીબાઈ તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ આગમના ગહનભાવો સરળતાથી શ્રુતપ્રેમીઓના હૃદયમાં મૌલિક સ્થાન પામે, તેવા શુભ આશય સાથે સંપાદન કાર્યમાં ત્રિયોને સંલગ્ન બની સ્વ શક્તિનો સદુપયોગ કરી રહ્યા છે.
સહવર્તિની સાધ્વી બિન્દુબાઈ તથા પ્રબોધિકાબાઈ તેમજ ગુરુકુલવાસીઓના શુભભાવો મારી સાથે રહ્યા છે. નામી-અનામી સહુનો સહકાર સદા સાથે છે.
ગુસ્પ્રાણ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભામાશા શ્રી રમણીકભાઈ શાહ (ઓમાનવાળા) તથા ઉત્સાહી યુવા પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ તથા ફાઉન્ડેશનના સભ્યોના ભક્તિભર્યા ભાવે આ કાર્ય આગળ વધ્યું છે.
શ્રી મુકુન્દભાઈ, શ્રી મણીભાઈ, શ્રી ધીરૂભાઈએ પૂર્ણતયા સક્યોગ આપ્યો છે. નેહલભાઈએ પ્રિન્ટીંગ કાર્ય કર્યું છે. તે બદલ સહુનો આ તકે આભાર વ્યક્ત કરું છું.
-
48.