________________
રૂપે જીવન વૃત્તાંત અને ભગવાન મહાવીરના ગણ તેમજ અનંતકાળે થાય તેવા ૧૦ આશ્ચર્ય (અચ્છેરા)નું ઐતિહાસિક વર્ણન માનવને આશ્ચર્યમાં ગરકાવ કરે છે.
જંબૂદ્વીપના ક્ષેત્રો, પર્વતો, નદીઓ, કૂટો વગેરેના વર્ણન દ્વારા ભૂગોળને અને જ્યોતિષચક્ર, નક્ષત્રયોગ વગેરેના વર્ણન દ્વારા આ આગમ ખગોળને સ્પર્શે છે.
મહાવ્રત, અણુવ્રત, ચારિત્રના પ્રકારો, સમિતિ, ગુપ્તિ, વૈયાવચ્ચના પ્રકાર, ગણવ્યવસ્થા, ગણના સંગઠન માટેના ઉપાયો વગેરે વિષયો આચાર શુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે.
છ દ્રવ્ય, નવતત્ત્વ, દશપ્રકારની લોકસ્થિતિ વગેરે વિષયો જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને પ્રગટ કરે છે.
સાધુઓ સાધના માટે જે ગણમાં રહે છે, તે ગણની ગણવ્યવસ્થા માટે તેઓએ વિશિષ્ટ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. ગણવ્યવસ્થાનું ઉલ્લંઘન કરનાર સાધુને ગચ્છની બહાર પણ કાઢી શકાય છે અને આઠ ગુણના ધારક સાધકો એકલ વિહાર કરીને એકાંત સાધના પણ કરી શકે છે. સાધક ગણમાં રહે કે એકલા, તેનું લક્ષ્ય એકાન્ત આત્મ શુદ્ધિ જ હોય છે. આ રીતે જિનશાસનની વિશાળતા અને આત્મસાધનાનો રાજમાર્ગ આ આગમ દ્વારા સહજ રીતે સ્પષ્ટ થઈ જાય છે. ગણમર્યાદાનું ઉલ્લંઘન કરનાર સાધુ માટે છેદ સૂત્ર આધારિત વિવિધ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન પણ શ્રી ઠાણાંગ સૂત્રમાં દષ્ટિગોચર થાય છે.
આ રીતે પાંચથી દશ સંખ્યા સંબંધિત અનેકવિધ વિષયોની સ્પર્શના કરતાં સૂત્રો રૂપી પુષ્પોનો બનેલો દ્વિતીય ભાગ રૂપી ગુલદસ્તો આપણા નયનગોચર થઈ રહ્યો છે. આભાર અભિવ્યક્તિ :
પરમ ઉપકારક, મમઉદ્ધારક, શ્રદ્ધેય, તપસમ્રાટ, પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ની અહર્નિશ વરસતી કૃપાએ મને આ કાર્ય કરવાની શક્તિ મળી અને અનુવાદ કાર્ય શરૂ થયું.
ગચ્છ શિરોમણી પૂ.યંતમુનિ મ.સા. તથા ગુજરાત કેશરી પૂ. ગિરીશમુનિ