________________
અનુવાદિકાની કલમે
- સાધ્વી શ્રી વિરમતીબાઈ મ.
'લ્થ માસ અર€ સુત્ત જયંતિ નગદર' પરમાત્મા અર્થરૂપે તત્ત્વોનું કથન કરે છે અને ગણધર ભગવંતો સૂત્ર રૂપે ગૂંથે છે. જેને આપણે આગમ કે સિદ્ધાંતના નામે ઓળખીએ છીએ. નિષ્કામ કરુણાશીલ અનંતજ્ઞાનીઓ પાસેથી ભવજલતારિણી, અધમ ઉદ્ધારિણી, અનુપમ એવી વાણીનો વારસો આપણને મળ્યો છે. ભવ્યજીવોને સ્વમાં સમાઈ જવાની, વિષય કષાયથી બચી જવાની, પાપભીરૂ બનવાની, અલ્પપાપે જીવવાની અને ભાવ સભર હૈયે ભક્તિ કરતાં તીર્થકર નામકર્મ બાંધી ઉચ્ચત્તમ સ્થિતિએ પહોંચવાની તથા અંતે કર્મનિર્જરા કરી મોક્ષ મેળવવાની સાધના, આ આગમોમાં દર્શાવી છે. આવા અગમ અગોચર ભાવો જેમાં ભર્યા છે, એવા આગમો આપણી અમૂલ્ય નિધિ છે.
આ આગમોને લોકપ્રિય બનાવવા ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવાનું પ્રબળ અને પાવન નિમિત્ત બન્યું, પંડિતરત્ન અપ્રતિમવિભૂતિ બા.બ્ર.પૂ. પ્રાણલાલજી મ.સા.નું જન્મ શતાબ્દી વર્ષ.
આ અનુવાદ કાર્યમાં ત્રીજા અંગ શ્રી ઠાણાંગસૂત્રના અનુવાદન કાર્ય માટે મારી પસંદગી કરવામાં આવી. શ્રદ્ધાભાવ સાથે આ કાર્ય સ્વીકારતાં મારું મન પુલ્લકિત બન્યું. ગુવર્યો પાસેથી પ્રાપ્ત જ્ઞાન તથા “પાથડી બોર્ડ તેમજ “શ્રમણી વિદ્યાપીઠ' ના માધ્યમે ગુરુકૃપાએ મારા ક્ષયોપશમ અનુસાર જે કંઈ જ્ઞાન મેળવ્યું છે, તે અનુવાદ કાર્યમાં ઉપકારક, સહાયક નીવડશે, તેવા ભાવ સાથે મેં ધન્યતા અનુભવી. અનેક ઉપકારીઓના કૃપા પ્રસાદે આ કાર્ય સરળ અને સહજ બની ગયું.
શ્રી ઠાણાંગસૂત્રમાં ૧ થી ૧૦ સ્થાન છે. તેમાં ૧ થી ૪ સ્થાનનું સંકલન પહેલાં ભાગમાં કર્યું છે. બીજા ભાગમાં ૫ થી ૧૦ સ્થાનનું સંકલન છે.
શ્રી ઠાણાંગ સૂત્રના બીજા ભાગમાં ઐતિહાસિક, ભૌગોલિક, આધ્યાત્મિક, આચારશુદ્ધિ, પ્રાયશ્ચિત્ત, ગણવ્યવસ્થા આદિ વિવિધ વિષયો સંકલિત છે. તીર્થકર નામ કર્મ બાંધનાર વ્યક્તિઓના નામ, ભાવી તીર્થકરોનું વર્ણન, રાજા શ્રેણિકનું ભાવી તીર્થકર
56