________________
સ્થાન-૫, ઉદ્.-૨, સૂત્ર ૫૮-૫૯માં વિધાન છે કે પાંચ પ્રકારના ચિંતન દ્વારા કેવળી ઉપસર્ગો પરીષહોને સહન કરે. અહીં પ્રશ્ન થાય છે કે કેવળીને મોહનીય કર્મ જ નથી તો ચિંતન કેમ સંભવે ? આ પ્રશ્રનું સમાધાન વૃત્તિમાંથી પ્રાપ્ત થાય છે. વૃત્તિમાં આ સૂત્રગત “કેવળી’ શબ્દનો અર્થ શ્રુતકેવળી, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની વગેરે વિશિષ્ટ જ્ઞાની એવો અર્થ કર્યો છે અને તે સમીચીન છે. આ રીતે સંપાદન કાર્ય દરમ્યાન આગમ, ભાગ, ચૂર્ણિ, ટીકા તથા અન્ય ગ્રંથોનું અવલોકન કરતાં રહીએ છીએ.
અમારા આ સંપાદન કાર્યમાં તપસમ્રાટ ગુરુદેવ રતિલાલજી મ.સા., પૂ. ગુરુણીમૈયા ૫. લીલમબાઈ મ. પ્રદત્ત તથા પંડિતશ્રી શોભાચંદ ભારિલજી અને પંડિતશ્રી રોશનલાલજી જૈન દ્વારા પરામાર્જિત જૈનાગમનું જ્ઞાન જ પાયા રૂપે સ્થાન પામે છે. અમારા આ સંપાદન પુરુષાર્થમાં આગમમનીષી પૂ. તિલોકમુનિ મ.સા. નો આગમ સંબંધિત અપાર સહયોગ મળી રહ્યો છે.
મનુષ્ય જ્યારે થાક અનુભવે ત્યારે સમુદ્ર કિનારે, બગીચામાં કે અન્ય કુદરતી સ્થાનોમાં જઈ તાજગી મેળવે છે. તેમ આગમ પુરુષાર્થ દરમ્યાન થાકનો અનુભવ થાય તે સમયે ગુણીમૈયા પૂ. વીરમતીબાઈ મ. અમારા માટે ઉદ્યાનસમ બને છે. અમારામાં નૂતન ઉત્સાહ તો પૂરે જ છે, સાથે અમારા આ કાર્યમાં પ્રેરક અને સહાયક પણ બને છે. આ સર્વ ઉપકારીઓ સ્મૃતિપટ પર આવે છે, તે સાથે સૌ પ્રથમ ઉપકારી માતા-પિતા કે જેઓએ ગળથૂથીમાં જ નહીં પરંતુ તે પૂર્વે ગર્ભાવસ્થાની ભૂગર્ભશાળામાં જ દેવ, ગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાના પાઠ ભણાવ્યા છે, તેઓ પણ સ્મરણ પટ ઉપર ઉપસી આવે છે. તે સર્વના ઉપકાર સ્મરણે નતમસ્તક બની જવાય છે.
શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ આગમ સંપાદનથી માંડીને પ્રકાશનના સંપૂર્ણ સહયોગી છે. શ્રી મુકુંદભાઈ પારેખ તથા શ્રી મણિભાઈ શાહ આગમ સંશોધનના સહયોગી છે. તે સહુનો અંતરથી આભાર માનીએ છીએ.
વી
છે.
સદા ઋણી માતતાત ચંપાબેન-શામળજીભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ ગુસ્સીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ કરું કષાયોનું શમન.
સદા ઋણી માતતાત લલિતાબેન-પોપટભાઈ
કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ-વીર ગુષ્ણીશ્રી
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુન્ધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધ કરું કષાયોનું શમન.
0
940 45 &
45
2