________________
આ અનુવાદકાર્યમાં અભયદેવસૂરિ રચિત શ્રી ઠાણાંગસૂત્રની વૃત્તિ, બ્યાવરથી પ્રકાશિત શ્રી ઠાણાંગસૂત્ર, પૂ. આત્મારામજી મ.સા. અનુવાદિત શ્રી ઠાણાંગસૂત્ર, લાડનું થી પ્રકાશિત ઠાણાંગ સૂત્રનો આધાર લેવામાં આવ્યો છે. આ સર્વ આગમોની સ્વાધ્યાય કરવામાં મેં ઘણી ઘણી ધન્યતા અનુભવી છે.
આ આગમરત્નને શાસનપ્રેમીઓ સમક્ષ રજુ કરતાં હું અનેરો આનંદ અનુભવું છું. તેમાં જે જે ત્રુટીઓ રહી ગઈ હોય તો તે મારી છે અને શેષ સર્વ મારા ઉપકારીઓનું છે.
અત્ર જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્...
49
પૂ. મુક્ત—લીલમ ગુરુણીના સુશિષ્યા
–સાધ્વી વીરમતી