________________
૪૦૬
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સનસ્કુમારે બ્રાહ્મણ રૂપધારી દેવોને મહેલમાં પધારવાનું પ્રયોજન પૂછયું. ત્યારે તેઓએ કહ્યું, “ત્રણ લોકમાં તમારા રૂપની પ્રશંસા થઈ રહી છે, તેને અમારી આંખોથી જોવા આવ્યા છીએ." ચક્રવર્તીએ ગર્વથી કહ્યું, "મારા વાસ્તવિક રૂપને જોવું હોય તો રાજસભામાં આવજો. સ્નાન કરી તૈયાર થઈ રાજસભામાં આવું ત્યારે મારું રૂપ દર્શનીય હોય છે. તે બંને દેવ ત્યાંથી ચાલ્યા ગયા અને સભાના સમયે પુનઃ આવ્યા.
રાજા શોભા-શણગાર સહિત સભામાં બિરાજમાન હતા, ત્યાં તેઓ આવ્યા. આ સમયે રાજાના રૂપને નિહાળી તેઓ ખિન્ન થઈ ગયા. રાજાના શરીરમાં ૧૬ મહારોગ ઉત્પન્ન થઈ ગયા હતા. તેઓ બોલ્યા, "શું મનુષ્યના રૂ૫ લાવણ્ય અને યૌવન આટલા ક્ષણભંગુર હશે ?" તેમના આવા ઉદ્ગાર અને અપ્રસન્ન મુખમુદ્રા જોઈ ચક્રીએ પૂછયું- શું મારું રૂપ તમને બરાબર ન લાગ્યું? ત્યારે દેવોએ કહ્યું, "૧૬ મહારોગના જંતુઓ આપના શરીરમાં પ્રવેશી ચૂકયા છે," દેવોના કહેવા અનુસાર શરીરમાં વ્યાપ્ત ઝેરની પરીક્ષા કરવા રાજા ઘૂંકયા અને તે થંકથી માખીઓ મરી જવા લાગી. આ પરીક્ષા પછી પોતાનું શરીર રોગોથી વ્યાપ્ત થઈ ગયું છે, તેની ખાતરી થતાં રાજા વિચારવા લાગ્યા કે મારા યૌવનનું તેજ કેટલા ટૂંક સમયમાં ક્ષીણ થઈ ગયું! આ શરીર અને સંસાર અસાર છે, રૂપ-યૌવનનું અભિમાન કરવું તે મૂર્ખતા છે, ભોગોનું સેવન તે ગાંડપણ છે, પરિગ્રહ તે બંધન છે. આ પ્રમાણે વિચારી પુત્રને રાજ્ય સોંપી વિરત નામના આચાર્ય પાસે પ્રવૃત્તિ થયા.
(૮) અનાદતા પ્રવ્રયા :- અનાદર થવાના કારણે જે દીક્ષા લેવાય છે. બ્રાહ્મણપુત્ર નંદિષેણે લોકમાં અનાદર થવાથી દીક્ષા ગ્રહણ કરી હતી.
નદિષણ :- મગધ દેશના નંદિ નામના ગામમાં ગૌતમ બ્રાહ્મણ અને ધારિણી બ્રાહ્મણી રહેતા હતા. ધારિણી ગર્ભવતી બની અને છ મહિના થયા ત્યાં તેના પતિ ગૌતમનું મૃત્યુ થયું. બાળકને જન્મ આપી ધારણી પોતે મૃત્યુ પામી. હવે આ જન્મજાત બાળકને તેના મામા પોતાના ઘેર લઈ ગયા. બાળકનું નામ નંદિષેણ રાખવામાં આવ્યું. નંદિષણ ખૂબ જ કદરૂપો હતો. આખા ગામના લોકો તેનો તિરસ્કાર અને અનાદર કરતાં, નાના-મોટા બધા જ તેની હાસ્ય-મશ્કરી કરતાં હતાં. નંદિષેણ મોટો થતાં બધાના અનાદરથી દુઃખી થવા લાગ્યો. એક દિવસ મામાએ ભાણેજને આશ્વાસન આપતા કહ્યું, તું દુઃખી ન થા, હું તને કુંવારો નહીં રહેવા દઉં. મારે ત્રણ કન્યા છે, તેમાંથી એક કન્યાના લગ્ન તારી સાથે કરાવીશ. પરંતુ તેની ત્રણે પુત્રીઓએ કદરૂપા એવા નંદિષેણ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.
આ વાતથી નંદિષેણને ખરાબ લાગ્યું. “આવું તિરસ્કૃત જીવન જીવવા કરતાં મરી જવું સારું” તેમ વિચારી આત્મહત્યા માટે ઘેરથી નીકળી ગયો. રસ્તામાં તે એક મુનિના સંપર્કમાં આવ્યો. તેમના ઉપદેશથી વૈરાગ્યવાન બન્યો અને નંદીવર્ધનસૂરી પાસે પ્રવ્રજિત થયો.
(૯) દેવ સંશતિ પ્રવજ્યા :- દેવથી પ્રતિબોધિત થઈ જે દીક્ષા લેવાય છે. મેતાર્થે દેવથી બોધ પામી દીક્ષા ગ્રહણ કરી હતી.
મેતાર્ય:- મેતાર્ય પૂર્વભવમાં પુરોહિતનો પુત્ર હતો. તેને રાજપુત્ર સાથે મૈત્રી હતી. રાજપુત્રના કાકા