________________
પરિશિષ્ટ-૨
| ૪૦૫ |
રાજા ચંદ્રચ્છાય, શ્રાવસ્તીનગરીના રાજા રુકમી, વારાણસીના રાજા શંખ, હસ્તિનાપુરના રાજા અદીનશત્ર અને કાંડિલ્યપુરના રાજા જિતશત્ર, આ છ એ રાજાઓ મલ્લિકુમારીનું નામ સાંભળતા જ તેના અનુરાગી બની ગયા. તેઓએ મલ્લિકુમારી સાથે લગ્ન કરવાના પ્રસ્તાવ સાથે દૂતને કુંભરાજા પાસે મોકલ્યા. એ રાજ્યના દૂતોએમિથિલામાં જઈ પોતાના રાજા માટે મલ્લિકુમારીની માંગણી કરી. કુંભરાજાએ તે રાજાઓને મલ્લિકુમારી માટે અયોગ્ય કહી તિરસ્કારપૂર્વક વિદાય કરી દીધા.
સ્વદેશમાં આવેલા પોતાના દૂત પાસેથી કુંભરાજાના વલણને જાણી ક્રોધિત બની, તેઓએ યુદ્ધ માટે મિથિલા તરફ પ્રયાણ કર્યું અને છ એ રાજાઓએ સાથે મળી મિથિલાને ઘેરી લીધું.
મલ્લિકુમારીએ અવધિજ્ઞાન દ્વારા પૂર્વભવના તે છ એ મિત્રોને પ્રતિબોધિત કરવા પોતાના ઘરના ઉધાનમાં એક વિશિષ્ટ ભવનનું નિર્માણ કરાવ્યું હતું. તે ભવનના મધ્ય ઓરડાની ચારે બાજુ એક-એક તેમ છ ઓરડા કરાવ્યા હતા. તે ઓરડાના જાળીયામાંથી મધ્ય ઓરડામાં રહેલી પ્રતિમાને જોઈ શકે પણ પરસ્પર એક બીજાને જોઈ ન શકે તેવી વ્યવસ્થા કરાવી હતી અને મધ્ય ઓરડામાં પોતાની એક પ્રતિમા સ્થાપિત કરાવી હતી. તે પ્રતિમાના મસ્તક ઉપર છિદ્ર હતું. તે છિદ્ર દ્વારા મલ્લિકુમારી પ્રતિદિન આહારનો એક કવલ પ્રતિમાની અંદર નાંખીને છિદ્રને ઢાંકી દેતી હતી.
એક સાથે છ રાજાઓના હુમલાથી કુંભરાજા ચિંતામગ્ન બની ગયા. ત્યારે મલ્લિકુમારીએ પિતાને કહ્યું, “તમે ચિંતા ન કરો. છએ રાજાને મલ્લિકુમારી મળવા બોલાવે છે, તેમ કહી મારા ઉધાનમાં લઇ આવો.” કંભરાજાએ અલગ-અલગ રીતે છ એ રાજાઓને સંદેશ આપી, ઉધાનના ભવનના છ એ ઓરડામાં તેઓને બેસાડ્યા. જાળીયામાંથી મલ્લિકુમારીની પ્રતિમાને નીહાળી, અત્યંત આસક્ત બની, તેઓ નિર્નિમેષ દષ્ટિથી તે પ્રતિમાને મલ્લિકુમારી માનીને જોવા લાગ્યા.
મલ્લિકુમારીએ ગુપ્ત રીતે તે પ્રતિમાના છિદ્ર ઉપરનું ઢાંકણ ખોલી નાંખ્યું. ઢાંકણ ખુલતા જ અસહ્ય દુર્ગધ ચારે બાજુ ફેલાઈ ગઈ. છએ રાજાઓ નાકે ડૂચો દઈ, બહાર નીકળી જવા પ્રયત્નશીલ બન્યા ત્યારે મલ્લિકુમારીએ પ્રગટ થઈ કહ્યું, "તમે ભાગો છો કયાં? આ દુર્ગધ તો પુગલનું પરિણામ છે. તેમ કહી, પોતાના પૂર્વભવની વાત કરી, તે સાંભળતા જ એ રાજાઓને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પ્રવજ્યા લેવા તૈયાર થયા. પોષ સુદ-૧૧ના મલ્લિકુમારીએ દીક્ષા લીધી ત્યારે આ છ મિત્રો સહિત ૩૦૦ પુરુષો અને ૩00 સ્ત્રીઓ પણ દીક્ષિત થયા. (૭) રોગિણિકા:- રોગના કારણે જે દીક્ષા લેવાય તે. સનસ્કુમાર ચક્રવર્તીએ રોગના કારણે દીક્ષા લીધી હતી.
સનસ્કુમાર ચક્રવર્તી:-ત્રીજા ચક્રવર્તી સનકુમાર અતિ સ્વરૂપવાન હતા. તેના રૂપની પ્રશંસા દેવલોકમાં પણ થતી હતી. એક વાર ઇન્દ્ર તેના રૂપની પ્રશંસા કરી. બે દેવને ઇન્દ્રની વાતની પરીક્ષા કરવા અને સનસ્કુમારનું રૂપ જોવાની ઈચ્છા થઈ. તે બંને દેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રાજમહેલમાં ગયા. તે સમયે ચક્રવર્તી શરીરે તેલ માલિશ કરાવતા હતા. તેઓ ચક્રવર્તીનું અનાવૃત્ત રૂપ જોઈને, આશ્ચર્યચકિત બની ગયા.