SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ . | ૪૦૭ | સાગરચંદ્ર દીક્ષા લીધી હતી. એકદા આચાર્ય સાગરચંદ્ર રાજપુત્ર અને પુરોહિત પુત્રને કપટ કરી દીક્ષા આપી દીધી. બંને મિત્રો દીક્ષાનું પાલન તો કરવા લાગ્યા. રાજપુત્રને તો પોતાના જ કાકા હોવાથી તેમના પ્રતિ દુર્ભાવ ન થયો પરંતુ પુરોહિત પુત્રને આચાર્ય સાગરચંદ્ર પ્રતિ દુર્ભાવ તથા અતિ દુર્ગચ્છા થવા લાગી. એકવાર બંને મિત્રોએ પરસ્પર એવી પ્રતિજ્ઞા કરી કે અહીંથી દેવલોકમાં ઉત્પત્તિ થાય અને દેવલોકમાંથી જે પહેલા ઍવીને મૃત્યુલોકમાં ઉત્પન્ન થાય તેમને, પ્રતિબોધિત કરવાનું કાર્ય દેવલોકમાં જે હોય તેણે કરવું, જેથી માનવ ભવ હારી ન જવાય. બંને મિત્ર મૃત્યુ પામી દેવ થયા અને પુરોહિત પુત્રના જીવે દેવલોકમાંથી પ્રથમ આયુષ્ય પૂર્ણ કર્યું. મુનિ પ્રત્યેની દુર્ગચ્છાના કારણે તે રાજગૃહી નગરમાં મેય નામના ચાંડાલને ત્યાં પુત્ર રૂપે જન્મ્યો. આ ચાંડાલની પત્નીને એક શેઠાણી સાથે ગાઢ મિત્રતા હતી. તે શેઠાણી હંમેશાં મૃત સંતાનને જ જન્મ આપતી હતી. ચાંડાલિનીએ જ્યારે આ પુત્રને જન્મ આપ્યો ત્યારે જ શેઠાણીએ મૃત કન્યાને જન્મ આપ્યો. શેઠાણીએ મયપત્નીને બાળકની અદલા-બદલી કરવાનું પહેલેથી કહી રાખ્યું હતું અને અતિ મિત્રતાના કારણે ચાંડાલિની આનાકાની કરી શકી નહીં. શેઠાણીએ ચાંડાલિની પાસેથી પુત્ર ગ્રહણ કરી, ચાંડાલિનીના પગ ઉપર બાળકને મૂકી કહ્યું કે “તારા પ્રભાવથી આ જીવિત રહે.” તેમ કહી, તેનું નામ મેતાર્ય રાખ્યું. હવે મેતાર્ય શેઠના ઘેર મોટો થવા લાગ્યો. મેતાર્ય સર્વ કળામાં નિપુણ થઈ ગયો. તેણે યૌવનમાં પ્રવેશ કર્યો ત્યારે તેના મિત્ર દેવે પૂર્વ સંકેતાનુસાર તેને પ્રતિબોધિત કરવા ઉપદેશ આપ્યો પણ મેતાર્યો તેની વાતનો સ્વીકાર ન કર્યો. આઠ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન કરવા મેતાર્ય પાલખીમાં બેસી જઇ રહ્યો હતો ત્યારે મિત્રદેવે મેય’ ચાંડાલના શરીરમાં પ્રવેશ કર્યો. મેય જોર-જોરથી રોવા લાગ્યો અને બોલવા લાગ્યો કે આજે મારી પુત્રી જીવિત હોત તો હું પણ તેના વિવાહની તૈયારી કરત. તેની પત્નીએ તે કન્યા અને પુત્રની અદલાબદલીની વાત ચાંડાલને કરી. તે સાંભળતા જ દેવ પ્રભાવથી મેય ઊઠયો અને મેતાર્યની શિબિકા પાસે જઈને મેતાર્યને શિબિકામાંથી નીચે પછાડીને બોલ્યો– અરે ! તું નીચ જાતિનો હોવા છતાં ઉચ્ચ જાતિની કન્યાઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે? હું તેમ નહીં થવા દઉં. આ ઘટના પછી નગરમાં મેતાર્યની નિંદા થવા લાગી. આઠ કન્યાઓએ તેની સાથે લગ્ન કરવા ના પાડી દીધી. તે સમયે દેવે આવીને પૂર્વભવની સર્વ વાત કહી પ્રવ્રજ્યા લેવા કહ્યું. મેતાર્યો દેવને કહ્યું, લોકમાં મારો અપયશ ફેલાયો છે તે દૂર કરવા તું રાજકન્યા સાથે લગ્ન કરાવી દે, તો હું ૧૨ વર્ષ સંસારમાં રહી પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. દેવે તેને એક બકરો આપ્યો. તે પ્રતિદિન રત્નની લીંડીઓ આપતો હતો. તે રત્નોનો થાળ ભરી મેતાર્યે રાજાને મોકલ્યો અને રાજકુમારીની માંગણી કરી. રાજાએ તેની વાતને ઠુકરાવી દીધી. મેતાર્ય પ્રતિદિન રત્નોનો થાળ રાજાને અર્પણ કરતો રહ્યો. એક દિવસ મહામંત્રી અભયકુમારે મેતાર્યને પૂછયું– 'આટલા રત્નો તારી પાસે કયાંથી આવે છે?" તેણે કહ્યું– 'મારી પાસે એક બકરો છે. તે પ્રતિદિન રત્નો આપે છે." અભયકુમારે બકરાને સભામાં લઈ આવવા કહ્યું. મેતાર્ય
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy