________________
સ્થાન- ૧૦.
[ ૩૯૫]
मिगसिरमद्दा पुस्सो, तिण्णि य पुव्वाइं मूलमस्सेसा ।
हत्थो चित्ता य तहा, दस वुड्डिकराई णाणस्स ॥१॥ ભાવાર્થ - દશ નક્ષત્ર જ્ઞાનની વૃદ્ધિ કરનારા છે, તે આ પ્રમાણે છે– (૧) મૃગશિર (ર) આર્કા (૩) પુષ્ય (૪) પૂર્વાષાઢા (૫) પૂર્વ ભાદ્રપદા (૬) પૂર્વા ફાલ્ગની (૭) મૂળ (૮) અશ્લેષા (૯) હસ્ત (૧૦) ચિત્રા. આ દશ નક્ષત્ર જ્ઞાન વૃદ્ધિ કરાવનારા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાન વૃદ્ધિમાં નક્ષત્રનો સંયોગ પણ સાધકતમ કારણ છે. આ જૈન સિદ્ધાંતની વિશાળતા અને અનેકાંતિકતાનો આદર્શ છે. નક્ષત્રો પોતપોતાના મંડલ પર પોતાની ગતિ પ્રમાણે પરિભ્રમણ કરતા રહે છે. નક્ષત્ર ૨૮ છે. નક્ષત્રોની ગતિ ચંદ્રની ગતિથી તીવ્ર છે માટે એક એક નક્ષત્ર ચંદ્ર સાથે થોડા સમય ચાલીને આગળ વધી જાય છે. આ રીતે એક મહીનામાં સર્વે નક્ષત્ર ચંદ્ર સાથે સંયોગ કરી અર્થાત્ સાથે ચાલીને આગળ નીકળી જાય છે. તેઓનો ચંદ્ર સાથે સંયોગનો જે સમય હોય તે અલગ-અલગ મહત્ત્વ ધરાવે છે. આ કારણે સૂત્રોક્ત દસ નક્ષત્રનો ચંદ્ર સાથે સંયોગ હોય ત્યારે જ્ઞાનનો પ્રારંભ આદિ કરવો તે જ્ઞાનવર્ધક હોય છે.
કુલકોટી:१५७ चउप्पयथलयर पंचिंदियतिरिक्खजोणियाणं दस जाइकुलकोडिजोणिपमुह सयसहस्सा पण्णत्ता । ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યગ્લોનિક સ્થલચર ચતુષ્પદની યોનિ પ્રમુખ, જાતિ કુલ કોટિ દશ લાખ છે. १५८ उरपरिसप्प-थलयरपंचिदिय-तिरिक्खजोणियाणं दस-जाइकुलकोडिजोणिपमुह-सयसहस्सा पण्णत्ता । ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યગ્લોનિક સ્થલચર ઉરપરિસર્પની યોનિપ્રમુખ જાતિકુળકોટી દશ લાખ છે. પાપકર્મનો ચય-ઉપચયઃ१५९ जीवा णं दसठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणंति वा चिणिस्संति वा, तं जहा- पढमसमय एगिदियणिव्वत्तिए, अपढमसमय एगिदियणिव्वत्तिए, पढमसमय-बेइदिय-णिव्वत्तिए, अपढसमय-बेइदिय-णिव्वत्तिए, पढमसमय-तेइंदिय-णिव्वत्तिए, अपढमसमय-तेइंदिय-णिवत्तिए, पढमसमयचरिंदिय-णिव्वत्तिए, अपढमसमय-चउरिदिय-णिव्वत्तिए, पढमसमय-पचिंदिय