________________
૩૯૬
णिव्वत्तिए, अपढमसमय- पंचिंदियणिव्वत्तिए ।
एवं चिण-उवचिण-बंध- उदीर-वेय तह णिज्जरा चेव ।
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
ભાવાર્થ :
- જીવે દશ સ્થાનથી નિર્વર્તિત પુદ્ગલોનો પાપકર્મરૂપે સંચય કર્યો હતો, કરે છે અને કરશે. તે આ પ્રમાણે છે—
(૧) પ્રથમ સમય એકેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો (૨) અપ્રથમ સમય એકેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો (૩) પ્રથમ સમય બેઇન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો (૪) અપ્રથમ સમય બેઇન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો (૫) પ્રથમ સમય તેઇન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો (૬) અપ્રથમ સમય તેઇન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો (૭) પ્રથમ સમય ચૌરેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો (૮) અપ્રથમ સમય ચૌરેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો (૯) પ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો (૧૦) અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો. આ રીતે તેનો ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરણ કર્યું હતું, કરે છે, કરશે.
દસપ્રદેશી પુદ્ગલની અનંતતા :
१६० दसपएसिया खंधा अनंता पण्णत्ता । दसपएसोगाढा पोग्गला अनंता पण्णत्ता। दससमयठिईया पोग्गला अणंता पण्णत्ता ।
ભાવાર્થ :- દશ પ્રદેશી પુદ્ગલ સ્કંધ અનંત છે. દશ પ્રદેશાવગાઢ પુદ્ગલ સ્કંધ અનંત છે. દશ સમયની સ્થિતિવાળા પુદ્ગલ અનંત છે.
१६१ दसगुणकालगा पोग्गला अनंता पण्णत्ता ।
ભાવાર્થ
:- દશ ગુણ કાળાવર્ણવાળા પુદ્ગલ અનંત છે.
१६२ एवं वण्णेहिं गंधेहिं रसेहिं फासेहिं दसगुणलुक्खा पोग्गला अता पण्णत्ता ।
ભાવાર્થ :- આ રીતે શેષ વર્ણ, ગંધ, રસ, સ્પર્શના દશ ગુણ લૂખા સ્પર્શવાળા પુદ્ગલ અનંત છે.
॥ સ્થાન-૧૦ સંપૂર્ણ ॥
|| શ્રી ઠાણાંગ સૂત્ર સંપૂર્ણ ॥