SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ | શ્રી ઠાણાગ સૂત્ર-૨ મધ્યલોકમાં આવ્યો. સંસમાર નગરના ઉદ્યાનમાં એકરાત્રિની પ્રતિમા ધારણ કરી કાયોત્સર્ગમાં સ્થિત છદ્રસ્થ એવા મહાવીર સ્વામીને વંદન કરી, તેમનું શરણ લઈ, એક લાખ યોજન પ્રમાણ વૈક્રિય શરીરની રચના કરી, હોકારા-પડકારા કરતો, સૌધર્મદેવલોકના વિમાનની વેદિકા પર પ્રહાર કરતો, શક્રેન્દ્રને તિરસ્કાર પૂર્વક આક્રોશ વચનો કહેવા લાગ્યો. ચમરેન્દ્રના ઉત્પાતથી ક્રોધાયમાન શકે તેના ઉપર વજ નામનું શસ્ત્ર છોડ્યું. વજને આવતું જોઈ ચમર તીવ્રવેગથી ભાગ્યો. શક્રેન્દ્ર અવધિજ્ઞાનથી જાણ્યું કે આ અમર તો તીર્થંકર પરમાત્માનું શરણ લઈને આવ્યો છે. અમરેન્દ્ર તો વજ પ્રહારથી બચવા અતિ સૂક્ષ્મ રૂપ બનાવી પ્રભુના પગ નીચે સંતાઈ ગયો છે. પ્રભની આશાતનાથી બચવા શક્રેન્દ્ર તીવ્રવેગથી આવી પ્રભુથી ચાર અંગુલ દૂર રહેલા વજને પકડી લીધું અને ચમરના અપરાધની ક્ષમા આપી. ત્યારે અમર નિર્ભય બની સ્વસ્થાને ગયો. ચમરેન્દ્રના ઉત્પાતનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્ર શતક-૩, ઉદ્દે.-૨ માં છે. (૯) એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮નું સિદ્ધ થવું:- ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા એક સમયમાં બે જીવ જ સિદ્ધ થાય છે પરંતુ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ભગવાન ઋષભદેવ, ૫00 ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પોતાના ૯૮ પુત્ર તથા આઠ પૌત્ર એક સાથે નિર્વાણ પામ્યા. તે જ સમયે ઐરાવતક્ષેત્રના તીર્થકર નિર્વાણ પામ્યા. આ રીતે ૯૮+૮+ ૧+૧ = ૧૦૮ થાય છે. તેથી તે આશ્ચર્ય કહેવાય છે. વૃદ્ધ પરંપરાનુસાર આ આશ્ચર્યકારી ઘટનામાં ઋષભદેવ સ્વામીના ૯૯ પુત્રની ગણના કરવામાં આવે છે પરંતુ શ્રી સમવાયાંગ સૂત્રના ૮૪મા સમવાયમાં સૂત્ર પાઠ છે– ૩સમે | મરદ હોત્તિ चउरासीई पुव्वसयसहस्साइं सव्वाउयं पालइत्ता सिद्धे, एवं भरहो, बाहुबली, बंभी, નવરો | ઋષભદેવસ્વામી, ભરત, બાહુબલી, બ્રાહ્મી સુંદરીના આયુષ્ય ૮૪ લાખ પૂર્વના હતા. ઋષભદેવસ્વામીથી ભરત ચક્રવર્તી તથા બ્રાહ્મી ઉંમરમાં છ લાખ પૂર્વ નાના હતાં. બાહુબલી અને સુંદરી એ બંને ભરતથી નાના હતાં. સમાન આયુષ્યકર્મવાળા પિતા-પુત્ર સાથે નિર્વાણ પામે તે સંભવિત નથી. આ ઉપરાંત ભરત અને ઐરવત ક્ષેત્રમાં તીર્થકરો એક સાથે, એક સમયે જન્મે છે અને નિર્વાણ પામે છે. લોકમાં એક સમયે જઘન્ય બે તીર્થકર અને ઉત્કૃષ્ટ ચાર તીર્થકર સિદ્ધ થાય છે. જઘન્ય બે તીર્થકર સિદ્ધ થાય છે તે જંબૂદ્વીપના ભરત ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ અથવા પૂર્વાર્ધ ધાતકીખંડ આદિના ભરત ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ સમજવા જોઈએ. ઉત્કૃષ્ટ ચાર તીર્થકર સિદ્ધ થાય છે તે મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ સમજવા જોઈએ. પાંચ ભરત અને પાંચ ઐરાવતના તેમ દસ તીર્થકર એક સમયે સિદ્ધ થતાં નથી. આ રીતે પ્રભુ આદિનાથ સાથે (જબૂદ્વીપના)ઐરાવત ક્ષેત્રના એક તીર્થકરની ગણના કરતાં એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે. (૧૦) અસયતની પૂજા - આરંભ, પરિગ્રહથી યુક્ત અસંયત વ્યક્તિ પૂજા-સત્કારને યોગ્ય નથી. સંયમી સાધક જ પૂજાને યોગ્ય છે પરંતુ આ અવસર્પિણીમાં અસંયમીની પૂજા થવા લાગી તે આશ્ચર્યકારી ઘટના છે.
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy