________________
સ્થાન- ૧૦
| ૩૯૧ |
(અમાવસ્યાના દિવસે) ચોથા પ્રહરમાં સંધ્યા સમયે પ્રભુના દર્શન માટે આવ્યા. અંતિમ દર્શન કરી અલ્પ સમયમાં જ પાછા ફરી ગયા.
આ રીતે આ વિષયનું આગમમાં કોઈ સ્પષ્ટીકરણ ન હોવાથી તદ્વિષયક વિભિન્ન પરંપરાઓ પ્રચલિત થઈ છે.
(૭) હરિવંશ કળની ઉત્પત્તિ :- હરિ નામના પુરુષ વિશેષનો વંશ. પુત્ર, પૌત્રાદિ સંતાન પરંપરારૂપ કુળની ઉત્પત્તિ હરિવંશકુળ ઉત્પત્તિ કહેવાય છે.
આ ભરતક્ષેત્રની ઉત્તરમાં હરિવર્ષ નામનું અકર્મભૂમિનું ક્ષેત્ર છે. તે યુગલિક ભૂમિ છે. તે યુગલિકોને વંશ પરંપરા કે કુળ પરંપરા હોતી નથી. તેઓ એક યુગલને જન્મ આપે અને અલ્પ કાળમાં મૃત્યુ પામી જાય. પરંતુ હરિવર્ષના એક યુગલિકની સંતાન પરંપરા ચાલી; તે આશ્ચર્યકારી ઘટના કહેવાય છે. આ સંબંધમાં વ્યાખ્યા ગ્રંથોમાં પ્રાપ્ત કથા આ પ્રમાણે છે
હરિવર્ષ ક્ષેત્રના એક હરિ, હરિણી નામના યુગલિકનું પૂર્વભવના વૈરી દેવે અપહરણ કર્યું અને તેમને ભરતક્ષેત્રની ચંપા નગરીમાં મૂક્યા. પૂર્વભવમાં તે દેવ વીરક નામનો માળી હતો અને યુગલિક સ્ત્રી હરિણી તેની વનમાળા નામે પત્ની હતી. તે દેશમાં સુમુખ નામનો રાજા હતો. તે સુમુખ રાજા વનમાળા પર મોહિત થયો અને વનમાળા પોતાના પતિ વીરકને છોડી, સુમુખ રાજા સાથે ચાલી ગઈ. વનમાળા વિના વીરકની સ્થિતિ પાગલ જેવી થઈ ગઈ. તે વનમાળાના નામનો પોકાર કરતો, રખડતો-રજળતો એકવાર રાજમહેલ પાસેથી પસાર થયો. વનમાળા અને સુમુખે તેના નામનો પોકાર સાંભળ્યો, તેની અવદશા જોઈ, પોતાના દુષ્કર્મની આલોચના કરવા લાગ્યા. તે જ સમયે વિજળી પડતા બંને મૃત્યુ પામી હરિ-હરિણી નામે યુગલિકરૂપે જન્મ્યા અને વીરક મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં કિલ્વીષક દેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વભવ જોતાં આ હરિહરિણી પ્રત્યે તેને દ્વેષ ભાવ જાગૃત થયો. તેણે વિચાર્યું કે આ બંને યુગલિક તરીકે મૃત્યુ પામશે તો પણ ક્ષેત્ર પ્રભાવે દેવ થશે. આ બંનેને દુઃખી કરવા ભરતક્ષેત્રમાં મૂકી દઉં, તેમ વિચારી દેવે તે બંનેને ચંપાનગરીમાં મૂક્યા. તે સમયે ચંપાનગરીના રાજા નિઃસંતાન મૃત્યુ પામ્યા હતા. દેવે હરિહરિણીને રાજા-રાણી બનાવવા આકાશવાણી કરી અને પ્રજાએ તેને રાજા બનાવ્યો. હરિ રાજાએ વર્ષો સુધી રાજ્ય કર્યુ અને તેના નામે હરિવંશ શરૂ થયો.તિ યુગલિક દ્રયનું આયુષ્ય, તત્કાલીન ભરતક્ષેત્રના આયુષ્ય જેટલું શેષ રહ્યું ત્યારે દેવે સંહરણ કર્યું હતું અને અવગાહના નાની કરી હતી, તેમ સમજવું.] (૮) અમર ઉત્પાતઃ - અસુરકુમારરાજ ચમરે સૌધર્મદેવલોકમાં જઈને ઉત્પાત મચાવ્યો, તે આશ્ચર્યકારી ઘટના છે. અસુરેન્દ્ર ઊર્ધ્વ દેવલોક સુધી જવાનું સામર્થ્ય ધરાવે છે પરંતુ સામાન્યરૂપે કોઈ અસુર ઊર્ધ્વ દેવલોકમાં જતાં નથી.
દક્ષિણ દિશામાં અસુરરાજ ચમરેન્દ્રની ચમચંચા નામની રાજધાનીમાં પૂરણનામનો તાપસ ચમરેન્દ્રરૂપે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ તેણે અવધિજ્ઞાન દ્વારા ઊર્ધ્વદિશામાં પોતાના મસ્તક ઉપર સૌધર્મ દેવલોકમાં સ્થિત શક્રેન્દ્રના બે ચરણ જોયા. તે ક્રોધાયમાન બની ગયો. શક્રેન્દ્રનો પરાભવ કરવા