________________
શ્રી ઠાણાંગ સત્ર-૨
ઉત્તરળ ચવસૂરાળ :- ચંદ્ર સૂર્ય ઊતરીને નીચે આવ્યા.જ્યોતિષેન્દ્ર ચંદ્ર, સૂર્યના શાશ્વતા વિમાન સદા સમ પૃથ્વીથી ક્રમશઃ ૮૮૦ અને ૮૦૦ યોજન ઊંચાઈ પર રહીને પરિક્રમા કરતા રહે છે. ચંદ્રેન્દ્ર અને સૂર્યેન્દ્ર બંને ઇન્દ્રો પોતાના આ વિમાનમાં જ નિવાસ કરે છે. તે બંને ઇન્દ્રો સમ્યગ્ દૃષ્ટિ છે. પ્રસ્તુત સૂત્ર અનુસાર આ બંને ઇન્દ્રોના વિમાન ભ્રમણ કરવારૂપ અનાદિ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી નીચે ઊતરી સમવસરણમાં આવ્યા હતા. તે લોકનું એક આશ્ચર્ય થયું.
३५०
આ સૂત્ર પદની વ્યાખ્યા શ્રી અભયદેવસૂરિએ આ પ્રમાણે કરી છે – માવો મહાવીરસ્ય યત્વનાપ अवतरणं आकाशात् समवसरणभूम्याम् चन्द्रसूर्ययोः शाक्तत विमानोपेतयोर्बभूव । - ભગવાન શ્રી મહાવીર સ્વામીના વંદનાર્થે આકાશમાંથી સમવસરણભૂમિ પર ચંદ્ર-સૂર્યનું શાશ્વતા વિમાન સાથે ઊતરવાનું થયું.
મૂળપાઠમાં ચંદ્ર, સૂર્ય શા માટે નીચે આવ્યા, કયા સમયે અને કઈ નગરીમાં આવ્યા, તેનો ઉલ્લેખ નથી. અન્ય આગમોમાં પણ આ વિષયમાં સ્પષ્ટીકરણ મળતું નથી. વ્યાખ્યાગ્રંથો અને પરંપરાથી આ વિષયમાં નિમ્ન જાણકારી પ્રાપ્ત થાય છે–
ઠાણાંગ સૂત્રની ટીકાનુસાર પ્રભુ મહાવીરના દર્શન નિમિતે બંને ઇન્દ્રો શાશ્વત વિમાન લઈને
આવ્યા.
આવશ્યક નિયુક્તિની ગાથા ૧૦૪૮માં ભાવ પ્રતિક્રમણનું સ્વરૂપ સમજાવ્યું છે, તેના સ્પષ્ટીકરણ માટે ટીકામાં મૃગાવતી સાધ્વીના જીવનની ઘટના અંકિત કરી છે. તે પ્રમાણે કોશાંબી નગરીમાં ચંદ્ર, સૂર્યનું આગમન સ્પષ્ટ થાય છે. તે ટીકાંશનો ભાવાર્થ આ પ્રમાણે છે.
આર્યા મૃગાવતીજી અન્ય સાધ્વી વૃંદ સાથે પ્રભુના સમવસરણમાં આવ્યા હતા. તે સમયે ચંદ્ર સૂર્ય પોતાના મૂળ વિમાન સહિત ભગવાનના દર્શન કરવા આવ્યા. ચંદ્ર સૂર્યના વિમાનના તેજના કારણે દિવસ જ છે તેવા ભ્રમથી મૃગાવતી સાધ્વી ત્યાં બેઠા રહ્યા. પ્રભુના દર્શન કરી ચંદ્ર-સૂર્ય વિદાય થયા. એકાએક અંધકાર વ્યાપ્ત થતાં સાધ્વી મૃગાવતીને સૂર્યાસ્ત સમયનું ધ્યાન ન રહ્યાનો ખેદ થયો. ખેદ કરતાં-કરતાં તેઓ સ્વસ્થાને પહોંચ્યા. સૂર્યાસ્ત પછી આવવા માટે આર્યા ચંદનાજીએ તેમને ઠપકો આપ્યો. પોતાની ભૂલનું ભાવ પ્રતિક્રમણ કરતાં તેઓ કેવળજ્ઞાનને પામ્યા.
દશવૈકાલિક સૂત્રની નિયુક્તિ ગાથા ૭૬ અને તેની ટીકા પ્રમાણે કૌશાંબીનગરીમાં પ્રભુ મહાવીરના દર્શનાર્થે ચંદ્ર, સૂર્ય વિમાન સહિત આવ્યા, ચાર પ્રહર સુધી ભગવાનના સમવસરણમાં રહી સૂર્યાસ્ત સમયે ચાલ્યા ગયા. અહીં પણ મૃગાવતીના ભાવ પ્રતિક્રમણ નિમિતે ઉપરોકત વર્ણન પ્રાપ્ત થાય છે.
શ્રુતિ પરંપરા અનુસાર ચંદ્ર, સૂર્ય ઉત્તરવૈક્રિય શરીર બનાવ્યા વિના મૂળ શરીરે આવ્યા. મૂળ વિમાન સહિત નહીં.
અન્ય શ્રુતિ પરંપરા અનુસાર ચંદ્ર, સૂર્ય પોતાના શાશ્વતા વિમાન સહિત પ્રભુના નિર્વાણના દિવસે