________________ [ 382 ] શ્રી ઠાણાગ સૂત્ર-૨ આઠ અને બે ગજદંત વક્ષસ્કાર પર્વતો મળી 10-10 પર્વતો છે. સૂત્રગત દસ નામમાંથી પ્રથમ અને અંતિમ બે નામ ગજદંત વક્ષસ્કાર પર્વતના છે. કલ્પોપપન્ન દેવલોક - 140 दस कप्पा इंदाहिट्ठिया पण्णत्ता, तं जहा- सोहम्मे, ईसाणे, सणकुमारे, माहिंदे, बंभलोए, लंतए, महासुक्के, सहस्सारे, पाणए, अच्चुए / ભાવાર્થ:- ઈન્દ્રાધિષ્ઠિત દેવલોક દશ છે, તે આ પ્રમાણે છે– (1) સૌધર્મ (2) ઈશાન (3) સનસ્કુમાર (4) માહેન્દ્ર (5) બ્રહ્મલોક (6) લાંતક (7) મહાશુક્ર (8) સહસાર (9) પ્રાણત (10) અય્યત. 141 एतेसु णं दससु कप्पेसु दस इंदा पण्णत्ता, तं जहा- सक्के, ईसाणे, सणंकुमारे, माहिंदे, बंभे, लंतए, महासुक्के, सहस्सारे, पाणए, अच्चुए / ભાવાર્થ - આ દશ દેવલોકોમાં દશ ઇન્દ્ર છે, તે આ પ્રમાણે છે– (1) શક્ર (2) ઈશાન (3) સનસ્કુમાર (4) માહેન્દ્ર (5) બ્રહ્મ (6) લાંતક (7) મહાશુક્ર (8) સહસાર (9) પ્રાણત (10) અય્યત. 142 एएसि णं दसण्हं इंदाणं दस परिजाणिया विमाणा पण्णत्ता, तं जहापालए, पुप्फए, सोमणसे, सिरिवच्छे, णंदियावत्ते, कामकमे, पीइमणे, मणोरमे, विमलवरे, सव्वतोभद्दे / ભાવાર્થ :- આ દશ ઇન્દ્રના દશ પારિયાનિક વિમાન(ચલ વિમાન) છે, તે આ પ્રમાણે છે– (1) પાલક (2) પુષ્પક (3) સોમનસ (4) શ્રી વત્સ (5) નંદાવર્ત (6) કામક્રમ (7) પ્રીતિમના (8) મનોરમ (9) વિમલવર (10) સર્વતોભદ્ર. દશ-દશમિકા ભિક્ષ પ્રતિમા :143 दसदसमिया णं भिक्खुपडिमा एगेण राइंदियसएणं अद्धछठेहि य भिक्खासएहिं अहासुयं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्म काएणं फासिया पालिया सोहिया तीरिया किट्टिया आराहिया यावि भवइ / ભાવાર્થ :- દશ-દશમિકા ભિક્ષુ પ્રતિમા એકસો દિવસ-રાતમાં, તથા કુલ 550 ભિક્ષા દત્તિઓ દ્વારા યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, યથાતથ્ય તથા સમ્યક્ પ્રકારે કાયાથી આચરિત, પાલિત, શોધિત, પૂરિત, કીર્તિત અને આરાધિત કરાય છે. સંસારીજીવ અને સર્વ જીવ પ્રકાર:१४४ दसविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहा- पढमसमयए