________________
સમાધિ, યતિધર્મ, પ્રવ્રજ્યા, વૈયાવચ્ચ, જીવપરિણામ-અજીવપરિણામ, અસ્વાધ્યાય, સંયમસંયમ, સૂક્ષ્મજીવો, પર્વત, નદી, જંબુદ્વીપ, સમુદ્ર, વૃતાઢય, ભરતાદિક્ષેત્ર, અંજનક પર્વત, દ્રવ્યાનુયોગ, ચમરેન્દ્ર આદિ ઇન્દ્રોના ઉત્પાત-પર્વતનું સ્થાન, અવગાહનાદિ નિરૂપણ, દસ અરિહંતો, દસ અનંત વસ્તુઓ, પૂર્વગત, પ્રતિસેવના, આલોચકને આલોચના કરાવનારની ગુણ ધારકતા, પ્રાયશ્ચિત્ત, મિથ્યાત્વ, વાસુદેવ, તીર્થકરોની સ્થિતિ, ભવનવાસીદેવો, સુખ સ્વરૂપ, ઉપઘાત, વિશોધના, કલેશ, બળ, સત્યમૃષા, દષ્ટિવાદ નામ, શાસ્ત્ર શુદ્ધ વ્યાખ્યાનાદિ અર્થાત્ વચનાનુયોગ, દાન, ગતિ, મુંડન, સંખ્યાત, પ્રત્યાખ્યાન, સમાચારી, વીર પ્રભુના મહાસ્વપ્ન, સરાગ સમ્યગ્ દર્શન, સંજ્ઞા, વેદના, અમૂક્તત્વ, દસ દસાઓ, જીવ દ્રવ્યભેદ, નરકાદિજીવદ્રવ્ય તેના ભેદાદિનું વર્ણન કર્યા પછી, જીવ લોકના સંસ્કાર પામ્યા પછી વિરૂપજ્ઞાનધારામાંથી નીકળી સ્વરૂપ જ્ઞાન ધારાના વહેણ તરફ વહેતો સાધક કેટલો ભદ્ર પરિણામી બની મોક્ષગામી બને છે, ભાવિનો ભગવાન બનવા કેવો પુક્ષાર્થ કરવો જોઈએ તેનો ચિતાર આ પ્રમાણે દર્શાવે છે.
મોક્ષગામી જીવના દસ લક્ષણો આ પ્રમાણે છે– (૧) અનિદાનતા- ભદ્ર પ્રકૃતિના ધારકજીવો સંયમતપની આરાધના કરતાં, તેના ફળ રૂપે નિદાન ન કરે. (૨) દષ્ટિ સંપન્નતા- સમ્યગુદર્શનનું યથાર્થ પાલન કરે. (૩) યોગવાહિતામન-વચન-કાયાને સમાધિમાં રાખે. (૪) ક્ષાન્તિ-ક્ષમણતા- અપરાધીને ક્ષમા આપે, સમર્થ હોવા છતાં ક્રોધ ન કરે. (૫) જિતેન્દ્રિયતા- ઇન્દ્રિયોના વિષયોને જીતે. (૬) અમાયીતા- માયા રહિત બને. (૭) અપાર્શ્વસ્થતા- ચારિત્ર પાલનમાં શિથિલતા ન રાખે. (૮) સુશ્રામસ્થતા- શ્રમણધર્મનું યથાવિધ પાલન કરે. (૯) પ્રવચનવત્સલતાશાસન-જિનવાણી-જિનાગમ પ્રતિ ગાઢ અનુરાગ રાખે. (૧૦) પ્રવચન ઉદ્ભાવનતાઆગમની અને શાસનની પ્રભાવના કરે.
આ દસ બોલનું પાલન કરવામાં તત્પર રહેતો જીવ, સ્વરૂપ ધારાવાહી પ્રવાહ તરફ જવા ઈચ્છતો હોય તો સાધક સહેજે ભાવિને કલ્યાણના માર્ગ તરફ પ્રયાણ કરાવી શકે છે અને ત્રણ યોગને પ્રયોગ દ્વારા પરમ વિશુદ્ધ બનાવી પરમાત્મા બની શકે છે.
દશ પ્રકારે શ્રમણધર્મની વિશુદ્ધિ એવં પાલન કરવાથી સ્થવિર બને છે. તે સ્થવિરોના દસ પ્રકાર, પુત્રભેદ, દસ અનુત્તર, મનુષ્ય ક્ષેત્રાદિ, દુઃખ-સુખ, પરિજ્ઞાન,સુષમ સુષમા કાલ, કુલકર, વક્ષસ્કાર, દશ કલ્પ, પડિમા, જીવભેદ, સંસારી, જીવાવસ્થા, તૃણ વનસ્પતિ, વિદ્યાધરશ્રેણી, રૈવેયક, તેજોનિસર્ગ પ્રકાર, અચ્છેરા, સર્વદ્વીપ
(38