________________
સમુદ્રાદિ, કૃતિકા નક્ષત્ર, જ્ઞાનવૃદ્ધિના નક્ષત્ર, કુલ કોટી, કર્મચયાદિ નિરૂપણ વગેરે વિષયોના માધ્યમથી ૧ર સૂત્રો દ્વારા દસમા સ્થાનમાં લોકનું સંપૂર્ણ સ્વરૂપ દર્શાવ્યું છે. ઉપસંહાર :
કર્મ ચેતનધારાથી વહેતા અનંતા અનંત જીવોના સ્થાન કેવા કેવા હોય છે, તે સુખ-દુઃખ વચ્ચે મળેલા સ્થાનમાં કેમ જીવન વ્યતીત કરે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કેમ કરે છે? તેના વિવિધ કારણો આ સૂત્ર દર્શાવી રહ્યું છે.
જેને દુઃખ મિશ્રિત સુખ, સુખ મિશ્રિત દુઃખનો અનુભવ થાય છે, તેને ખરેખર થાક લાગે છે. કંટાળો આવે છે ત્યારે અડગ નિર્ધાર કરી, સ્વરૂપ ધારાના રસ્તા ઉપર ડગ ભરી, સમ્યગુદર્શનની મશાલ લઈ, મિથ્યાત્વના ફટાકડા ફોડી, પાંચમી ગતિ માટે પાંચ મહાવ્રતનું પાલન કરી, છ લેશ્યાથી લેશ્યાતીત થઈ, સાત સ્વરનું અનુસંધાન સાધી, સારેગમપધનીને ભજે છે. જેમ કે
સાચો સાધક સમાચારીનું સામંજસ્ય સાધી સ્વરૂપસ્થ થાય અને રેવતગિરિ સમો અડોલ રત્નત્રયનું આરાધન કરતાં સ્થિર પરિણામ કરી ગહન તત્ત્વને જાણી જીવત્વને પામવા કર્મ સંયોગનું વિસર્જન કરે. મહાત્મા બનવા બહિર્ભાવનો ત્યાગ કરી અંતરભાવને ભજે. પરમ તત્વનો સ્વામી, ચરમ બની પરમાત્મા ભણી દોટ મૂકે. ધર્મનો ધ્વજ લહેરાવવા, પ્રમાદનો ત્યાગ કરી અપ્રમાદી બને
નિગોદનાનદાવા કરી, અનંત સિદ્ધબિરાજમાન છે, તે સિદ્ધાલયનું ધ્યેય બનાવી, સાતમું ગુણસ્થાન ચરિતાર્થ કરે અને આઠમા ગુણસ્થાને અપૂર્વકરણ ગુણસ્થાનમાં આવવા આઠ કર્મનો ક્ષય કરી, ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ, નવમાં મોક્ષ તત્ત્વને સિદ્ધ કરવા મોહરાજાને નાથી, સૂક્ષમ કરતાં-કરતાં દસમા ગુણસ્થાનમાં આવી અનંત-અનંત કર્મવર્ગણાઓથી બંધાયેલા મોહનીય કર્મનો ક્ષય કરી બારમાં ગુણસ્થાને પહોંચી જાય છે.
આ રીતે નમણી શિવરમણી નારીનો નાથ બનવા, અનુત્તર એવું કેવળજ્ઞાનકેવળદર્શન પ્રાપ્ત કરી, યથાખ્યાત ચારિત્રના મંડપમાં પહોંચી, સજોગી અવસ્થામાં તેરમા ગુણસ્થાનમાં રહી, શુકલ વેશ્યા, શુક્લ ધ્યાનના પાનેતરમાં સજ્જ થયેલી
39