________________
Th( 5.
વિશુદ્ધ બ્રહ્મચર્યને પાળતો, આગળ વધી મોક્ષનગરની નજદિક બનતો જાય છે. પાપ લાગે તો પ્રાયશ્ચિત્ત કરતો, તીર્થકરોના શાસનથી શિક્ષિત થતો જાય છે. આ રીતે વણરાગી વૈરાગી વરરાજા આત્મરાજ નવતત્ત્વનો નવસરોહાર હૃદય કમળ પર શોભાવતો વિચરણ
પ્રસ્તુત સૂત્રનાં પ્રારંભમાં જિનાજ્ઞાનું પાલન કેટલું જરૂરી છે, તેને સમજાવીને, આચરણનું મહાભ્ય પ્રદર્શિત કર્યું છે. આચરણ બ્રહ્મચર્યથી થાય છે તેની વાત કર્યા પછી પરિગ્રહધારી ન બની જવાય, તે માટે આશ્રવ, સંવર, બંધ, મોક્ષ, શુભાશુભ કર્મ અર્થાત્ પુણ્ય, પાપ, જીવ, અજીવની તુલનાત્મક દૃષ્ટિથી તોળતો લેખા-જોખાનો હિસાબ ચોખ્ખો કરતો-વિચારી વિચારીને ડગ ભરતો સાધક બ્રહ્મચર્યમાં રત રહી સાધના સફળ કરે તે વાત રજૂ કરી છે.
ઉપરાંત શ્રેણિક મહારાજા તીર્થકર નામ ગોત્ર બાંધીને આવતી ચોવીસીનાં તીર્થકર થઈ તીર્થની સ્થાપના કેમ કરશે તેનો પૂર્ણ અહેવાલ આપ્યો છે તથા તેના ક્રિયા કલાપ નવમા સ્થાનના ૮૬ સૂત્રોમાં ગણધર ભગવંતોએ દર્શાવ્યા છે. સંયમ રહિત, સંયમ પતિત આત્મા કર્મને બાંધી સંસારમાં પરિભ્રમણ કરવા કાર્મણસુંદરી સાથે રહી અનંત પ્રદેશી કર્મ સ્કંધો તેને ગ્રહણ કરે છે અને સંસાર પરિભ્રમણ કરતાં રહે છે. આ રીતે નવમું સ્થાન પૂર્ણ થાય છે. દસમું સ્થાન :
આ સ્થાનમાં દસ-દસના નુસખાઓથી પૂર્ણ લોકના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. પ્રારંભના સૂત્રમાં જ લોકસ્થિતિના દસ બોલ દર્શાવ્યા છે. વિરૂપ જ્ઞાનધારામાં વહેતા, કાર્મણસુંદરીના દાસ બનેલા જીવો(૧) પુનઃ પુનઃ નવા નવા સ્થાનની મુલાકાત લેવા જાય છે. કયારેક બંધ બંગલામાં ફકત કાયા-સ્પર્શેન્દ્રિય સિવાય કંઈ જ મળતું નથી તેવી એકેન્દ્રિયની જાતિમાં જાય છે ત્યાં નિરંતર કાર્મણદેવી સાથે આત્મા મોજ માણે છે.
(૨) બીજી લોકસ્થિતિ-જીવો અનાદિ અનંતકાળથી જ્ઞાનાવરણાદિ આઠ કર્મ બાંધતા જ રહે છે, તે દસ પ્રકાર દર્શાવી લોકસ્થિતિનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. લોકસ્થિતિથી પ્રારંભ કરી શબ્દ, ઇન્દ્રિય, પુદ્ગલ સ્વરૂપ, ક્રોધ ઉત્પત્તિ કારણ, સંયમ, અહંકાર,
37