________________
ધારણ કરી, બહુશ્રુતનો મીંઢોળ બાંધી, સત્તાની વરમાળ કંઠમાં ધારણ કરી, અલ્પ અધિકરણની ઉપેણી ખંભા ઉપર શોભાવી, ધૃતિનું શ્રીફળ કરસંપુટમાં ગ્રહણ કરી, સાફા ઉપર વીર્યતાની કલગીને શોભાવી એકલ વિહારી વણરાગી વેરાગી આત્મા જયણાપૂર્વક આગળ કદમ ભરતાં, કાર્મણસુંદરીરૂપ પરદારાનો ત્યાગ કરવા ભરચક પુરુષાર્થ ઉપાડે છે ત્યારે રસ્તામાં કાર્મણ સુંદરી કેવા લોભામણા, સોહામણા, વિવિધતાથી શણગારેલા પુદ્ગલોનો વૈભવ ઊભો કરે છે તેનો અહેવાલ ૧રર સૂત્રોથી જાણવા મળશે.
અધ્યાત્મ જગતમાં એક અણગાર બનતાં પહેલા કેટલા યોનિ સ્થાનમાંથી પસાર થવું પડે છે, કર્મપ્રકૃતિનાં પ્રાસાદોમાં ઉતારો કરતાં કેમ ફસાઈ જવાય છે તેનું દર્શન કરાવી તેમાંથી કેમ નીકળવું, તેના ઈલાજો રજૂ કર્યા છે.
તે સર્વવિરતિ સંત મક્કમ ભાવે આગળ વધે તો અપવર્ગ પામે છે. નહીં તો પાછા ફરી શિવરમણીને વરવાના ભાવોને મનમાં શમાવી, એકાવતારી બની, દેવલોકમાં ઉતારા કરે છે અને જેઓ વૈર્ય-વીર્ય રહિત બને છે તે પાછા આઠકર્મની પ્રકૃતિ, સર્વાત્માએ બાંધતા અનંત કર્મવર્ગણાને એકઠી કરી કાર્પણ સુંદરીના આશક બની રહે છે. તે દર્શાવી શાસ્ત્રકાર છેલ્લું સૂત્ર પૂર્ણ કરે છે. નવમું સ્થાન :
આ સ્થાનમાં નવ-નવનાં નુસખાઓથી જગતનાં જીવાદિનું વર્ણન કર્યું છે. તેના પ્રથમ સૂત્રનો પ્રારંભ આ રીતે થાય છે.
જગતથી નિરાલો બનેલો નિગ્રંથ આચાર-વિચાર-ઉચ્ચારણની વિશુદ્ધિ કરતો, સાધર્મી સંતોની સાથે જિનાજ્ઞાનું આરાધન કરતો, આઠ કર્મથી બંધાયેલા કર્મના ઉદયે પુલ પ્રપંચમાં પ્રપંચી બનીને (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) સ્થવિર (૪) કુલ (૫) ગણ (૬) સંઘ (૭) જ્ઞાન (૮) દર્શન (૯) ચારિત્રનો પ્રત્યેનીક (શત્રુ), વિરૂદ્ધ આચરણ કરનાર બને, તો તેને ગચ્છ બહાર મૂકનાર જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી પરંતુ પાલન જ કરે છે. વ્યવહાર શુદ્ધિ કરી આત્માને ઉજ્જવળ, હળવો બનાવે છે.
ઉપરાંત આચારાંગ સૂત્રના નવ અધ્યયનોનો અભ્યાસ કરી, ચારિત્ર મોહનો નાશ કરવા પુરુષાર્થશીલ અણગાર પ્રતિદિન ચારિત્રના વિશુધ્ધ ભાવમાં ઝૂલતો, નવાવાડ
(36