________________
અલ્પ અધિકરણ અર્થાત્ કષાયવશ થઈ કયારે ય કલુષિત ભાવો થવા દેતા નથી.
આ રીતે છઠ્ઠા સ્થાનમાં શ્રદ્ધાથી ચાલતાં આત્માઓ કેવા પારગામી બની શકે છે, તેના વિવિધ ઉલ્લેખો ૧૨૩ સૂત્રોમાં દર્શાવ્યા છે. જેઓ શ્રદ્ધા સહિત ઔષધપાન કરતા નથી તેઓ કેવી રીતે અનેક રોગોથી ધેરાઈ જઈને, દુઃખી થઈ, નવા કર્મ બાંધે છે, તેની છેલ્લી વાત છેલ્લા સૂત્રથી પૂર્ણ કરી છે અર્થાત્ પ્રારંભ શ્રદ્ધાવાનથી થાય છે અને જે શ્રદ્ધાવાન નથી તે અનંત પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરી કર્મધારી બની જાય છે, તેની તે દુર્દશાની વાત સાથે આ સ્થાન પૂર્ણ થાય છે. આ રીતે છઠ્ઠા સ્થાનને ગંભીરતાપૂર્વક દોહન કરી વાંચશો તો અનેક મુંઝવણમાંથી મુક્ત બની જશો.
સાતમું સ્થાન :
સાતમાં સ્થાનમાં સાત-સાતનો ઈતિહાસ રજુ કર્યો છે. કાર્યણ સુંદરીના અનેક નખરાઓ આત્મરાજમાં કેવી ભીડભાડ ઉત્પન્ન કરે છે તે તમાશો, તેમાં જોવા મળે છે.
પ્રારંભના નુસખાઓ (ઈલાજો) અજમાવતા પાંચ મહાવ્રતધારી સંતોએ ગચ્છ ત્યાગ કરવો પડે તો કેવી રીતે કરવો, તેનું માર્ગદર્શન સાત પ્રકારે આપવામાં આવ્યું છે. ગુરુદેવની આજ્ઞા લઈને આ કાર્ય કરે તો કેવા સફળ થાય છે તેનો વિસ્તાર વિચારણીય છે.
આ સ્થાનમાં ૧૪૬ સૂત્રો છે. તેમાં સાત નિદ્ભવની વાતો, સપ્તસ્વર, તેના ગાનારનાં લક્ષણો વગેરે વિવિધ વિષયોને આવરી લઈને સંસારી જગતનું પૂર્ણ દર્શન કરાવ્યું છે. જેઓ મુક્ત બની આત્મરાજ સાથે સાત સ્વરોનું અનુસંધાન સારેગમથી કરે તે અપવર્ગ– મોક્ષ પામે છે. બાકી તો કર્મરાજના રાજ્યમાં કાર્યણ સુંદરીને મનાવવા, કર્મનાં અલંકારો બનાવવા પુદ્ગલને કેવી રીતે એકત્રિત કરે છે તેની વાત છેલ્લા સૂત્રમાં વર્ણવી સાતમું સ્થાન પૂર્ણ કર્યું છે.
આઠમું સ્થાન :
આ સ્થાનમાં આઠ-આઠ ક્રિયા વિધિ દર્શાવી છે. તેનો પ્રારંભ આઠ ગુણોથી થાય છે. પાંચ મહાવ્રતધારી અણગાર કાર્યણ સુંદરીથી કંટાળી, આઠ કર્મનો ક્ષય કરવા માટે, શિવસુંદરીને વરવા માટે કેવી તૈયારી કરે છે, તેની વાત અહીંયા રજૂ કરી છે.
સર્વવિરતિ સંત શ્રદ્ધાનો સાફો બાંધી, સત્યના વાઘા પહેરી, બુદ્ધિમત્તાની મુદ્રિકા
35