________________ સ્થાન- 10 तत्थ णं दस महइमहालया महादुमा पण्णत्ता, तं जहा- जम्बूसुदंसणा, धायइरुक्खे, महाधायइरुक्खे, पउमरुक्खे, महापउमरुक्खे, पंच कूडसामलीओ। तत्थ णं दस देवा महिड्डिया जाव परिवति,तं जहा-अणाढिए जंबुद्दीवाहिवई, सुदंसणे, पियदसणे, पोंडरीए, महापोंडरीए, पंच गरुला वेणुदेवा / ભાવાર્થ - સમય ક્ષેત્ર-મનુષ્યલોકમાં દશ કુરા(કુરુક્ષેત્ર) છે, તે આ પ્રમાણે છે– પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ. ત્યાં દશ વિશાળ મહાવૃક્ષ છે, તે આ પ્રમાણે છે– (1) જંબૂ સુદર્શન વૃક્ષ (2) ધાતકી વૃક્ષ (3) મહાધાતકી વૃક્ષ (4) પદ્મ વૃક્ષ (5) મહાપદ્મ વૃક્ષ તથા (-10) પાંચ કૂટ શાલ્મલી વૃક્ષ છે. ત્યાં મહદ્ધિક 10 દેવ એક પલ્યોપમની સ્થિતિવાળા રહે છે, તે આ પ્રમાણે છે- (1) જંબૂદ્વીપાધિપતિ અનાદત (2) સુદર્શન (3) પ્રિયદર્શન (4) પૌંડરીક (5) મહાપૌંડરીક તથા પાંચ ગરુડ વેણુદેવ. વિવેચન : જેબૂદ્વીપમાં એક દેવકુરુ અને એક ઉત્તરકુરુક્ષેત્ર છે. તેમજ બે-બે ક્ષેત્ર ધાતકીખંડમાં અને બે-બે ક્ષેત્ર પુષ્કરાઈ દ્વીપમાં, એ રીતે કુલ પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુક્ષેત્ર છે. તેમાંથી પાંચ ઉત્તરકુરુ ક્ષેત્રોમાં પાંચ વિશાલકાય વૃક્ષોના જુદા જુદા નામ છે અને તેના માલિક દેવોના પણ જુદા જુદા નામ છે જે ભાવાર્થથી સ્પષ્ટ છે. પરંતુ પાંચે ય દેવકુરુ ક્ષેત્રમાં વૃક્ષોનું નામ એક જ કૂટશાલ્મલી છે અને તેના માલિક દેવનું નામ પણ એક જ ગરુડ–વેણુ દેવ છે. દુઃષમ અને સુષમ કાળના લક્ષણ:१३२ दसहिं ठाणेहिं ओगाढं दुस्समं जाणेज्जा, तं जहा- अकाले वरिसइ, काले ण वरिसइ, असाहू पूइज्जति, साहू ण पूइज्जति, गुरुसु जणो मिच्छ पडिवण्णो, अमणुण्णा सदा अमणुण्णा रूवा, अमणुण्णा गंधा, अमणुण्णा रसा, अमणुण्णा फासा / ભાવાર્થ :- દશ નિમિતોથી અવગાઢ(વ્યાખ) દુઃષમા કાલની સ્થિતિ જાણી શકાય છે, તે આ પ્રમાણે છે– (1) અકાળે વર્ષા થાય (2) સમયે વર્ષા ન થાય (3) અસાધુઓની પૂજા થાય (4) સાધુઓની પૂજા ન થાય (5) ગુરુજનો પ્રત્યે મિથ્યા, અસદ્ વ્યવહાર હોય (6) અમનોજ્ઞ શબ્દ (7) અમનોજ્ઞ રૂપ (8) અમનોજ્ઞ ગંધ (9) અમનોજ્ઞ રસ (10) અમનોજ્ઞ સ્પર્શ. પાંચમા આરાના આ દસ લક્ષણ છે. 133 दसहिं ठाणेहिं ओगाढं सुसमं जाणेज्जा, तं जहा- अकाले ण वरिसइ, काले वरिसइ, असाहूण ण पूइज्जति, साहू पूइज्जंति, गुरुसु जणो सम्म पडिवण्णो,