________________ 378 ] શ્રી ઠાણાગ સૂત્ર-૨ છે. (4) વિજ્ઞક(વિનેયક)- વિદ્યાગુરુના શિષ્ય. અક્ષર જ્ઞાન, ધાર્મિક જ્ઞાન આપનાર ગુરુ શિષ્યને પુત્રની જેમ રાખે, તેથી તે શિષ્ય ગુરુ માટે વિજ્ઞક પુત્ર કહેવાય છે અથવા જેની પાસે રહીને પુત્ર બાલ્યકાલ વ્યતીત કરે અને જેનાથી પૂર્ણ શિક્ષિત થાય છે, તેનો વિજ્ઞક પુત્ર કહેવાય છે. (5) ઔરસ- સ્નેહવશ સ્વીકારેલો પુત્ર. જેના ઉપર પુત્રવતુ સ્નેહ ઉત્પન્ન થયો હોય અથવા જે બાળકને કોઈ વ્યક્તિ ઉપર પોતાના પિતા જેવો સ્નેહ થાય, તે બાળક તે વ્યક્તિની અપેક્ષાએ ઔરસ પુત્ર કહેવાય. (6) મૌખર- વચન કુશળતાથી પુત્ર રૂપે સ્વીકારેલો હોય, “આ મારો પુત્ર છે તેવા વચન દ્વારા સ્વીકૃત પુત્ર. (7) શૌંડીર– શૂરવીરતાને કારણે પુત્ર રૂપે સ્વીકૃત. જેણે જે દેશ માટે પ્રયત્ન કરી વિજય મેળવ્યો હોય તેના માટે તે નગરજનો શૌંડીર પુત્ર કહે છે. (8) સંવર્ધિત– ભોજન આદિ આપીને અનાથ બાળકનું પાલન-પોષણ કર્યું હોય તે સંવર્તિત પુત્ર કહેવાય છે. (9) ઔપયાચિતક- દેવની આરાધનાથી ઉત્પન્ન થયેલ પુત્ર અથવા પ્રિય સેવક. (10) ધર્માન્તવાસી- ધર્મારાધના માટે સમીપે રહેનારો શિષ્ય, ધર્મબોધ પામનાર, શિષ્યરૂપે સ્વીકારેલ ધર્માન્તવાસી પુત્ર કહેવાય છે. કેવલીના દસ અનુત્તર સ્થાન :130 केवलिस्स णं दस अणुत्तरा पण्णत्ता, तं जहा- अणुत्तरे णाणे, अणुत्तरे दसणे अणुत्तरे चरित्ते, अणुत्तरे तवे, अणुत्तरे वीरिए, अणुत्तरा खंती, अणुत्तरा मुत्ती, अणुत्तरे अज्जवे, अणुत्तरे मद्दवे, अणुत्तरे लाघवे / ભાવાર્થ :- કેવલીના દશ અનુત્તર(અનુપમ-ધર્મ) છે, તે આ પ્રમાણે છે– (1) અનુત્તર જ્ઞાન (2) અનુત્તર દર્શન (3) અનુત્તર ચારિત્ર (4) અનુત્તર તપ (5) અનુત્તર વીર્ય (6) અનુત્તર ક્ષમા-શાંતિ (7) અનુત્તર મુક્તિ(નિર્લોભતા) (8) અનુત્તર આર્જવ(સરલતા) (9) અનુત્તર માર્દવ(નમ્રતા) (10) અનુત્તર લાઘવ.(દ્રવ્ય, ભાવથી હળવા) વિવેચન :અyત્તર :- ઉત્તર એટલે પ્રધાન. જેનાથી પ્રધાન-શ્રેષ્ઠ કાંઈ નથી તે અનુત્તર કહેવાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનુત્તરજ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનુત્તર કેવળદર્શન, અથવા દર્શન મોહનીયના ક્ષયથી ક્ષાયિક સમ્યગદર્શન રૂપ અનુત્તરદર્શન, ચારિત્ર મોહનીયના ક્ષયથી અનુત્તર યથાખ્યાત ચારિત્ર અને અનંત વીર્યથી શુક્લ ધ્યાનરૂપ અનુત્તર તપ, વીર્યંતરાયના ક્ષયથી અનુત્તર વીર્ય પ્રાપ્ત થાય છે. ક્ષમા, નિર્લોભતા, સરળતા, મૃદુતા, લઘુતા, આ સર્વ અનુત્તર ગુણો ચારિત્ર મોહનીયના ક્ષયથી પ્રાપ્ત થાય છે. કુરુક્ષેત્ર અને શાશ્વત વૃક્ષ :131 समयखेत्ते णं दस कुराओ पण्णत्ताओ, तं जहा- पंच देवकुराओ, पंच उत्तर- कुराओ /