________________ સ્થાન- 10 વિધાનો અને સ્વરૂપ અર્થમાં પ્રયુક્ત છે. ગ્રામ, નગર ધર્માદિના અર્થ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સ્થવિરોના પ્રકાર:१२८ दस थेरा पण्णत्ता, तं जहा- गामथेरा, णयरथेरा, रट्ठथेरा, पसत्थारथेरा, कुलथेरा, गणथेरा, संघथेरा, जाइथेरा, सुयथेरा, परियायथेरा / ભાવાર્થ - સ્થવિરના(જ્યેષ્ઠ અથવા વૃદ્ધ, જ્ઞાની પુરુષ) દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (1) ગ્રામ સ્થવિર– ગ્રામના વ્યવસ્થાપક, જ્યેષ્ઠ, વૃદ્ધ અને જ્ઞાની પુરુષ. (2) નગર સ્થવિર- નગરના વ્યવસ્થાપક, જ્યેષ્ઠ, વૃદ્ધ અને જ્ઞાની પુરુષ. (3) રાષ્ટ્ર સ્થવિર- રાષ્ટ્રના વ્યવસ્થાપક, જ્યેષ્ઠ, વૃદ્ધ અને જ્ઞાની પુરુષ. (4) પ્રશાસ્તા સ્થવિર– પ્રશાસન કરનારા પ્રધાન અધિકારી કે ગુરુ, આચાર્ય આદિ. (5) કુલ સ્થવિર– લૌકિક પક્ષમાં કુલના જ્યેષ્ઠ અથવા વૃદ્ધ પુરુષ. લોકોત્તર પક્ષમાં આચાર્યની કે એક ગુરુની શિષ્ય પરંપરાના જ્યેષ્ઠ સાધુ. (6) ગણ વિર– લૌકિક પક્ષમાં ગણ રાજ્યના પ્રધાન પુરુષ.લોકોત્તર પક્ષમાં સાધુઓના ગણ સમુદાયના જ્યેષ્ઠ સાધુ. (7) સંઘ સ્થવિર- લૌકિક પક્ષમાં રાજ્યસંઘના પ્રધાન પુરુષ. લોકોત્તર પક્ષમાં સંઘના જ્યેષ્ઠ સાધુ. (8) જાતિ સ્થવિર– 60 વર્ષ કે તેથી વધુ ઉંમરવાળા સાધુ. (9) શ્રુત સ્થવિર સ્થાનાંગ અને સમવાયાંગ શ્રુતના ધારક સાધુ. (10) પર્યાય સ્થવિર– 20 વર્ષ કે તેથી વધુ દીક્ષા પર્યાયવાળા સાધુ. વિવેચન : થે સ્થવિર. સ્થવિર એટલે જ્યેષ્ઠ. તે જ્યેષ્ઠતા જન્મ, શ્રુત, અધિકાર, ગુણ વગેરે અનેક સંદર્ભમાં માપી શકાય છે. અવ્યવસ્થિત લોકોને સન્માર્ગે સુવ્યવસ્થામાં સ્થાપિત કરે તે સ્થવિર. શિષ્યોમાં અનુત્પન્ન શ્રદ્ધાને ઉત્પન્ન કરે, શ્રદ્ધા વિચલિત થાય તેને પુનઃ તેમાં સ્થિર કરે તેને સ્થવિર કહે છે. ગ્રામ, નગર, રાષ્ટ્ર વગેરેના વડીલ અથવા વ્યવસ્થાપક, બુદ્ધિમાન, લોકમાન્ય વ્યક્તિ ક્રમશઃ ગ્રામસ્થવિર વગેરે કહેવાય છે. પુત્રના પ્રકાર :22 સ પુરા ૫Vળા, તં નહીં- મત્તા, , વિMS, વિપળા, ૩રણે, મોહર, સફરે, સંવ, ૩વાર્ત, ધમ્મતેવાણી ! ભાવાર્થ:- પુત્રના દશ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (1) આત્મજ-પિતાની અપેક્ષાએ પુત્ર આત્મજ કહેવાય. (2) ક્ષેત્રજ- સંતાનોત્પત્તિ માટે સ્ત્રી ક્ષેત્ર રૂ૫ છે, તેથી માતાની અપેક્ષાએ ક્ષેત્રજ કહેવાય. અહીં ક્ષેત્રનો અર્થ ભાર્યા છે. તેનાથી ઉત્પન્ન થયેલા પુત્રને ક્ષેત્રજ કહે છે. જે પુત્ર માતાના નામથી પ્રસિદ્ધ થાય તે પણ ક્ષેત્રજ કહેવાય છે. (3) દત્તક- માતા-પિતા દ્વારા કોઈને સહર્ષ દીધેલો પુત્રદત્તક પુત્ર કહેવાય