________________
૩૭૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
અને આ સૂત્રગત (1) નિદાનરહિતતા, (૨) દષ્ટિ સંપન્નતા (૩) યોગવાહિતા, આ ત્રણે સમાન છે. ગોવાદિયU :- યોગવહન. તેના બે અર્થ છે– (૧) શ્રુત ઉપધાન કરવું. તપપૂર્વક શાસ્ત્ર વાંચન કરવું, તે શ્રત ઉપધાનને યોગવહન કહે છે. (૨) સમાધિપૂર્વક રહેવું. મન, વચન, કાયાને સમાધિમાં રાખવા, તેને યોગવહન કહે છે. આશંસા(ઈચ્છા) પ્રયોગ:१२६ दसविहे आसंसप्पओगे पण्णत्ते, तं जहा- इहलोगासंसप्पओगे, परलोगा- संसप्पओगे, दुहओलोगासंसप्पओगे, जीवियासंसप्पओगे, मरणासंसप्पओगे, कामा- संसप्पओगे, भोगासंसप्पओगे, लाभासंसप्पओगे, पूयासंसप्पओगे, सक्कारा- संसप्पओगे । ભાવાર્થ:- આશંસા પ્રયોગના(ઇચ્છા-અભિલાષાના) દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આ લોક સંબંધી સુખની ઇચ્છા કરવી. (૨) પરલોક સંબંધી સુખની ઇચ્છા કરવી. (૩) બંન્ને લોક સંબંધી સુખની ઇચ્છા કરવી. (૪) જીવિત રહેવાની ઇચ્છા કરવી. (૫) મરવાની ઇચ્છા કરવી. (૬) કામ (શબ્દ અને રૂ૫)ની ઇચ્છા કરવી. (૭) ભોગ(ગંધ, રસ અને સ્પર્શ)ની ઇચ્છા કરવી. (૮) લૌકિક લાભોની(પુત્ર, સંપત્તિ, સુખ-સામગ્રીની) ઇચ્છા કરવી. (૯) પૂજા, ખ્યાતિ, પ્રશંસા પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી. (૧૦) અન્ય વ્યક્તિ મારો આદર, સત્કાર, સન્માન કરે તેવી ઈચ્છા કરવી. લૌકિક અને લોકોત્તર ધર્મ - १२७ दसविहे धम्मे पण्णत्ते, तं जहा- गामधम्मे, णगरधम्मे, रटुधम्मे, पासंडधम्मे, कुलधम्मे, गणधम्मे, संघधम्मे, सुयधम्मे, चरित्तधम्मे, अत्थिकायधम्मे । ભાવાર્થ - ધર્મના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ગામ સંબંધિત નીતિ-નિયમો તે ગ્રામ ધર્મ. (૨) નગર સંબંધિત નીતિ-નિયમો તે નગર ધર્મ. (૩) રાષ્ટ્ર સંબંધિત નિતી-નિયમો તે રાષ્ટ્ર ધર્મ (૪) અન્ય ધર્મોના વિધિ વિધાન તે પાખંડ ધર્મ. (૫) એક ગુરુ પરંપરાનુગત વિધિ વિધાન તે કુલ ધર્મ. (૬) અનેક કુલોના સમૂહ રૂપ ગણ-સમુદાયના વિધિ વિધાન તે ગણ ધર્મ. (૭) અનેક ગણોના સંગઠનરૂપ સંઘના કે ચતુર્વિધ સંઘના વિધિ-વિધાન તે સંઘ ધર્મ. (૮) દ્વાદશાંગ ગ્રુત અને તેમાં પ્રરૂપિત તત્ત્વ સિદ્ધાંતો તે શ્રત ધર્મ. (૯) સંયમની મર્યાદાઓ, મહાવ્રત, સમિતિ આદિ ધર્માચરણ રૂપ શાસ્ત્રાજ્ઞાઓ તે સર્વ ચારિત્ર ધર્મ. (૧૦) પંચાસ્તિકાયોનું સ્વરૂપ, ગુણ તેની ઉપયોગિતા આદિ અસ્તિકાય ધર્મ.
વિવેચન :
ધર્મે :- ધર્મ શબ્દના અનેક અર્થ થાય છે. પ્રસ્તુતમાં ધર્મ શબ્દ વ્યવસ્થા, મર્યાદા, નીતિ નિયમો, વિધિ