________________
સ્થાન-૧૦
૩૭૫
ભાવાર્થ :- અસુરકુમાર દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. તે જ રીતે સ્તનિતકુમાર સુધીના સર્વ ભવનવાસી દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે.
१२१ बायरवणस्सइकाइयाणं उक्कोसेणं दस वाससहस्साइं ठिई पण्णत्ता । ભાવાર્થ :- બાદર વનસ્પતિકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની છે.
१२२ वाणमंतराणं देवाणं जहण्णेणं दस वाससहस्साइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- વાણવ્યંતર દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે.
१२३ बंभलोगे कप्पे देवाणं उक्कोसेणं दस सागरोवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ :– બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. १२४ लंतए कप्पे देवाणं जहण्णेणं दस सागरोवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ :- લાંતક નામક છઠ્ઠા દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમની છે. કલ્યાણકારી કાર્યો -
:
१२५ दसहिं ठाणेहिं जीवा आगमेसिभद्दत्ताए कम्मं पगर्रेति, तं जहा- अणिदाणयाए, दिट्ठिसंपण्णयाए, जोगवाहियाए, खंतिखमणयाए, जिइंदिययाए, अमाइल्लयाए, अपासत्थयाए, सुसामण्णयाए, पवयणवच्छल्लयाए, पवयणउब्भावणयाए । ભાવાર્થ: :- દશ કારણે જીવ આગામી ભદ્ર કર્મ(કલ્યાણકારી કર્મો)નું ઉપાર્જન કરે છે, તે આ પ્રમાણે છે— (૧) તપના ફળની, સાંસારિક સુખની કામના ન કરવાથી. (૨) સમ્યગ્દર્શનની નિરતિચારપણે આરાધના કરવાથી. (૩) મન, વચન, કાયાની સમાધિ રાખવાથી, યોગોની શુભ પ્રવૃત્તિ કરવાથી, અશુભ પ્રવૃત્તિથી દૂર રહેવાથી. (૪) સમર્થ હોવા છતાં અપરાધીને ક્ષમા આપવાથી અને પરિણામોમાં પણ સમતા રાખવાથી. (૫) પાંચ ઇન્દ્રિયોના વિષયોને જીતવાથી. (૬) મન, વચન, કાયાની પૂર્ણ સરલતા રાખવાથી. (૭) ચારિત્ર પાલનમાં શિથિલતા ધારણ ન કરવાથી. (૮) શ્રમણ ધર્મનું યથાવિધિ આરાધન કરવાથી. (૯) શાસન અને જિનાગમ પ્રત્યે ગાઢ અનુરાગ અને આદર ભાવ રાખવાથી. (૧૦) આગમ અને શાસનની ઉચ્ચ વિશિષ્ટતાઓની પ્રવચન પ્રભાવના કરવાથી.
વિવેચન :
આામેસિભત્તાણ્ :- ભાવીની કલ્યાણકારકતા એટલે પછીના ભવમાં સુદેવત્વ, ત્યાર પછી સુમાનુષત્વની પ્રાપ્તિ અને ત્યાર પછી પરંપરાએ મોક્ષરૂપ કલ્યાણની પ્રાપ્તિ થાય તેવું કર્મ ઉપાર્જન કરવું. તેના દસ કારણ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સ્થાન-૩, ઉઠે.-૧, સૂત્ર–૩૫માં સંસારકાંતારને પાર કરવાના ત્રણ કારણમાં