________________
[ ૩૭૪ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
अणंतरावगाढा, परंपरावगाढा, अणंतराहारगा, परंपराहारगा, अणंतरपज्जत्ता, પરંપરપઝા , વરિયા, અરિમા |
एवं णिरंतरं जाव वेमाणिया । ભાવાર્થ:- નારકના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનન્તરોપપન્ન નારક- જેને ઉત્પન્ન થયાને એક સમય થયો છે. (૨) પરમ્પરોપપન્ન નારક- જેને ઉત્પન્ન થયાને બે આદિ સમય થયા છે. (૩) અનન્તરાવગાઢ નારક–વિવક્ષિત ક્ષેત્રથી સંલગ્ન આકાશ પ્રદેશમાં અવસ્થિત. (૪) પરંપરાવગાઢ નારકવિવક્ષિત ક્ષેત્રથી વ્યવધાનવાળા આકાશ પ્રદેશમાં અવસ્થિત. (૫) અનન્સર આહારક નારક- પ્રથમ સમયના આહારક. (૬) પરંપર આહારક નારક- બે આદિ સમયોના આહારક. (૭) અનન્તર પર્યાપ્ત નારક- પ્રથમ સમયના પર્યાપ્ત. (૮) પરસ્પર પર્યાપ્ત નારક- બે આદિ સમયોના પર્યાપ્ત. (૯) ચરમ નારક– નરકગતિમાં છેલ્લીવાર ઉત્પન્ન થનારા. (૧૦) અચરમ નારક– જે ભવિષ્યમાં પણ નરકગતિમાં ઉત્પન્ન થવાના છે.
આ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં સર્વ જીવોના દશ-દશ પ્રકાર જાણવા જોઈએ. નૈરયિક અને દેવોની સ્થિતિ:११६ चउत्थीए णं पंकप्पभाए पुढवीए दस णिरयावाससयसहस्सा पण्णत्ता । ભાવાર્થ - ચોથી પંકપ્રભા પૃથ્વીમાં દશ લાખ નરકાવાસ છે. ११७ रयणप्पभाए पुढवीए जहण्णेणं णेरइयाणं दसवाससहस्साई ठिई पण्णत्ता । ભાવાર્થ:- રત્નપ્રભા પૃથ્વીમાં નારકોની સ્થિતિ દશ હજાર વર્ષની છે. ११८ चउत्थीए णं पंकप्पभाए पुढवीए उक्कोसेणं णेरइयाणं दस सागरोवमाई પિત્તા | ભાવાર્થ - ચોથી પંકપ્રભા પૃથ્વીમાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. ११९ पंचमाए धूमप्पभाए पुढवीए जहण्णेणं णेरइयाणं दस सागरोवमाइं ठिई પણ | ભાવાર્થ - પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં નારકોની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમની છે. १२० असुरकुमाराणं जहण्णेणं दस वाससहस्साई ठिई पण्णत्ता । एवं जाव थणियकुमाराण ।