________________
સ્થાન- ૧૦.
[ ૩૬૭ |
ભગવાનને પ્રસ્થાવસ્થાની અંતિમ રાત્રિએ(અર્થાત્ વૈશાખ સુદ નોમની રાત્રિએ) સ્વલ્પનિદ્રા આવી તથા તેમાં દસ સ્વપ્ન જોયા અને નિકટતમ ભવિષ્યમાં તેના ફળરૂપે વૈશાખ સુદ દસમના દિવસે ત્રીજા પ્રહરમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સમ્યક્ત્વની દસ રુચિ - ९७ दसविहे सरागसम्मइंसणे पण्णत्ते, तं जहा
णिसग्गुवएसरुई, आणारुई सुत्तबीयरुइमेव ।
अभिगम वित्थाररुई, किरिया संखेव धम्मरुई ॥१॥ ભાવાર્થ - સરાગ સમ્યગ્દર્શનના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નિસર્ગ રુચિ– નૈસર્ગિક એટલે કોઈ બાહ્ય નિમિત્ત વિના સ્વભાવથી ઉત્પન્ન થતી ધર્મ રુચિ, સમ્યગ્દર્શન. (૨) ઉપદેશ સચિ–ગુરુ આદિના ઉપદેશથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન. (૩) આજ્ઞા રુચિ- તીર્થકર પ્રભુના સિદ્ધાંતથી, તેમની આજ્ઞાને પ્રમાણ કરવાથી, સ્વીકારવાથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન. (૪) સૂત્ર રુચિ- સૂત્રના અધ્યયનથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન. (૫) બીજ રુચિ- બીજની જેમ સત્યના એક અંશના આધારે અનેક અંશોમાં પ્રસરતું સમ્યગુદર્શન. એક જ વચનના મનનથી અનેક અર્થોના બોધથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન.
(૬) અભિગમ રુચિ– સૂત્રોના સમ્યગુ અર્થ, મર્મને સમજવાથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન. (૭) વિસ્તાર રુચિ- સર્વ દ્રવ્ય અને પર્યાયોનું સર્વ પ્રમાણ, નય, નિક્ષેપ દ્વારા વિસ્તારપૂર્વક અધ્યયન કરવાથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન. (૮) ક્રિયા રુચિ– ધાર્મિક ક્રિયાઓના અનુષ્ઠાનથી, સમ્યક્ આચરણથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન. (૯) સંક્ષેપ રુચિ– સંક્ષેપથી અર્થાત્ સ્વલ્પ જ્ઞાન કે હાર્દિક શ્રદ્ધા માત્રથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન. જેમ કે- વરુણનાગનતુઆના મિત્ર. મિથ્યા આગ્રહના અભાવમાં સ્વલ્પ જ્ઞાનજનિત સમ્યગ્દર્શન. (૧૦) ધર્મ રુચિ– શ્રુતધર્મ અને ચારિત્રધર્મની ગાઢ શ્રદ્ધાથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન.
સંજ્ઞાના દસ પ્રકાર :|९८ दस सण्णाओ पण्णत्ताओ, तं जहा- आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, माणसण्णा, मायासण्णा लोभसण्णा, નોravણા, ઓદ-સપણT I ભાવાર્થ :- સંજ્ઞાના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આહાર સંજ્ઞા (૨) ભય સંજ્ઞા (૩) મૈથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા (૫) ક્રોધ સંજ્ઞા (૬) માન સંજ્ઞા (9) માયા સંજ્ઞા (૮) લોભ સંજ્ઞા (૯) લોક સંજ્ઞા અને (૧૦) ઓઘ સંજ્ઞા. |९९ रइयाणं दस सण्णाओ एवं चेव । एवं णिरंतरं जाव वेमाणियाणं ।