________________
૩૬૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચિત્ર-વિચિત્ર પાંખવાળા મહાન નરકોકિલનું સ્વપ્ન જોઈ જાગૃત થયા. તેના ફળ સ્વરૂપે શ્રમણ ભગવાન મહાવીરે સ્વસમય, પરસમયરૂપ વૈવિધ્યથી પૂર્ણ દ્વાદશાંગી ગણિપિટકનું વ્યાખ્યાન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કર્યું. તે દ્વાદશાંગી ગણિપિટક આ પ્રમાણે છે– (૧) આચારાંગ (૨) સૂયગડાંગ (૩) ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ = ભગવતી (૬) જ્ઞાતા ધર્મકથા (૭) ઉપાસક દશાંગ (૮) અંતકૃત દશાંગ (૯)
અનુત્તરોપપાતિક દશાંગ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દષ્ટિવાદ. (૪) શ્રમણ ભગવાન મહાવીર સર્વ રત્નમયી બે મોટી માળા સ્વપ્નમાં જોઈ જાગૃત થયા. તેના ફલ
સ્વરૂપે શ્રમણ ભગવાન મહાવીરે બે ધર્મની પ્રરૂપણા કરી, અગાર ધર્મ અને અણગાર ધર્મ. (૫) શ્રમણ ભગવાન મહાવીર એક મહાન શ્વેત ગોવર્ગ સ્વપ્નમાં જોઈ જાગૃત થયા. તેના ફળ સ્વરૂપે
શ્રમણ ભગવાન મહાવીરનો ચાર તીર્થમય સંઘ થયો, તે આ પ્રમાણે છે– (૧) શ્રમણ (૨) શ્રમણી (૩) શ્રાવક (૪) શ્રાવિકા. શ્રમણ ભગવાન મહાવીર ચારે બાજુથી પ્રફુલ્લિત કમળવાળું એક મહાન સરોવર સ્વપ્નમાં જોઈ જાગૃત થયા. તેના ફળ સ્વરૂપે શ્રમણ ભગવાન મહાવીરે ચાર પ્રકારના દેવોની પ્રરૂપણા કરી, તે આ પ્રમાણે– (૧) ભવનવાસી (૨) વાણવ્યંતર (૩) જ્યોતિષી (૪) વૈમાનિક. શ્રમણ ભગવાન મહાવીર, નાના-મોટા તરંગોથી વ્યાપ્ત એક મોટા મહાસાગરને ભુજાઓથી તરી ગયા, તે પ્રમાણે સ્વપ્ન જોઈ જાગૃત થયા. તેના ફળ સ્વરૂપે શ્રમણ ભગવાન મહાવીરે અનાદિ અનંત, દીર્ઘકાલીન ચાતુરન્ત- નરકાદિ ચાર ગતિવાળા સંસાર કાન્તાર(મહાવન)ને પાર કર્યું. શ્રમણ ભગવાન મહાવીર તેજથી જાજ્વલ્યમાન એક મહાન સૂર્ય સ્વપ્નમાં જોઈ જાગૃત થયા. તેના ફલ સ્વરૂપે શ્રમણ ભગવાન મહાવીરને અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, અખંડ, પ્રતિપૂર્ણ, શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું. શ્રમણ ભગવાન મહાવીર, હરિત અને વૈર્ય વર્ણવાળા પોતાના આંતરડાથી વીંટળાયેલ માનુષોત્તર પર્વતનું સ્વપ્ન જોઈ જાગૃત થયા. તેના ફળ સ્વરૂપે શ્રમણ ભગવાન મહાવીરની દેવ, મનુષ્ય અને અસુરોમાં ઉદાર, કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લાઘા વ્યાપ્ત થઈ. "શ્રમણ ભગવાન મહાવીર આવા છે,
શ્રમણ ભગવાન મહાવીર આવા છે," આવો યશ ત્રણે લોકમાં ફેલાયો. (૧૦) શ્રમણ ભગવાન મહાવીર સ્વપ્નમાં મંદરપર્વતની મંદરચૂલિકાની ઉપર એક મહાન સિંહાસન
ઉપર પોતાને બેઠેલા જોઈ જાગૃત થયા. તેના ફળ સ્વરૂપે શ્રમણ ભગવાન મહાવીર દેવ, મનુષ્ય અને અસુરોની પરિષદની મધ્યે બિરાજમાન થઈ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું આખ્યાન, પ્રજ્ઞાપન,
પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કર્યું. વિવેચન :
(૮)
પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીરના દસ સ્વપ્ન અને તેના ફળનું વર્ણન છે. તેનાથી સ્પષ્ટ છે કે