________________
સ્થાન- ૧૦
[ ૩૬૧ |
परिकम्मं ववहारो रज्जू, रासी कला सवण्णे य ।
जावंतावइ वग्गो, घणो य तह वग्गवग्गो वि कप्पो य ॥१॥ ભાવાર્થ :- સંખ્યાન અર્થાત્ ગણિતના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પરિકર્મ– સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આદિ ગણિત. (૨) વ્યવહાર–પાટી ગણિત. પ્રસિદ્ધ શ્રેણી વ્યવહાર, મિશ્ર વ્યવહાર આદિ. જે હિસાબનો વ્યાપાર-વાણિજ્યમાં પ્રયોગ થાય તે વ્યવહાર, જેમ- સવાયા, દોઢા, અઢીયા, ડઝન, ગ્રસ વગરે. (૩) રજ્જ- ક્ષેત્ર ગણિત. રજુ દ્વારા કુવા આદિની લંબાઈ, ઊંડાઈ આદિ માપવાની વિધિ. વર્તમાનમાં સેંટીમીટર, મીટર વગેરે માપ પ્રચલિત છે. (૪) રાશિ ધાન્યાદિના ઢગલાને માપવાનું ગણિત, માપવું, તોળવું. (૫) કલા સુવર્ણ– અંકોવાળી સંખ્યા સમાન કરવી, માત્રા અનુસાર વસ્તુઓનું એકીકરણ કરવું તથા ઔષધિ આદિના નિર્માણ સમયે રાસાયણિક દ્રવ્યોની માત્રા નિશ્ચિત કરવી આદિ કલાસુવર્ણ કહેવાય. (૬) યાવત્ તાવતુ– ગુણાકાર અથવા ગુણાકારવાળા ગણિત. (૭) વર્ગ– બે સમાન સંખ્યાનું ગુણનફળ. જેમ ૪૪૪ = ૧૬ તે વર્ગ છે. (૮) ઘન- ત્રણ સમાન સંખ્યાનું ગુણનફળ. જેમ ૫૮૫૪૫ = ૧૨૫. (૯) વર્ગ વર્ગ- વર્ગનો વર્ગ. યથા-૨ નો વર્ગ ૪ થાય અને ૪ નો વર્ગ ૧૬, તે વર્ગ વર્ગ કહેવાય છે. (૧૦) કલ્પ– કલ્પ એટલે છેદન, વર્ગમૂળ. ભાગાકારનો ભાગાકાર કરવો, વર્ગમૂળ કાઢવું કલ્પાકલ્પગણિત છે. યથા– ૧નું વર્ગમૂળ ૪ છે. ચારનું વર્ગમૂળ બે છે, તે કલ્પાકલ્પ કહેવાય. અપૂર્ણાક રાશિના છેદ ઉડાડવા તે પણ કલ્પાકલ્પ કહેવાય છે. યથા = સંખ્યાનો છેદ ઉડાડતા
આવે છે. દસ પ્રકારના પ્રત્યાખ્યાન:|९३ दसविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा
अणागयमइक्कंतं, कोडीसहियं णियंटियं चेव । सागारमणागारं परिमाणकडं णिरवसेस ॥
संकेयगं चेव अद्धाए, पच्चक्खाणं दसविहं तु ॥१॥ ભાવાર્થ - પ્રત્યાખ્યાન(તપ)ના દશ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) ભવિષ્યમાં કરવાના તપને વર્તમાનમાં કરી લેવું. (૨) વર્તમાનમાં કરવાના તપને કોઈ કારણથી પછી કરવા. (૩) વર્ષીતપ વગેરે સંલગ્ન તપ કરવા. (૪) નિશ્ચિત દિવસે જ તપ કરવું. (૫) પ્રત્યાખ્યાનના પાઠમાં નિર્દિષ્ટ આગાર-છૂટ સહિત તપ કરવું. (૬) આગાર–છૂટ રહિત તપ કરવું. (૭) દત્તિ, ઘર વગેરેની મર્યાદાપૂર્વક તપ કરવું. (૮) અન્નાદિ ચારે ય પ્રકારના આહારના ત્યાગરૂપ તપ કરવું. (૯) અંગુઠી આદિના સંકેત યુક્ત તપ કરવું. (૧૦) કાળ મર્યાદા યુક્ત પોરસી આદિનું તપ કરવું. વિવેચન :
(૧) અનાગત પ્રત્યાખ્યાન - ભવિષ્યમાં તપ, નિયમ અથવા પ્રત્યાખ્યાન કરવાના હોય, તેને ભવિષ્યમાં