________________
શ્રી ઠાણાંગ સત્ર-૨
આવનાર મુશ્કેલીના કારણે પહેલાં કરી લેવા. જેમ કે પર્યુષણમાં વૈયાવૃત્ય, પ્રવચન પ્રભાવના આદિ કાર્યો ના કારણે કોઈ શ્રમણ પર્યુષણ પહેલાં તે તપસ્યાની આરાધના કરી લે તો તેને અનાગત પ્રત્યાખ્યાન કહે
૩૨
(૨) અતિક્રાંત પ્રત્યાખ્યાન – પહેલાં જે તપ, નિયમ અથવા પ્રત્યાખ્યાન કરવાના હતા, તે ગુરુ, તપસ્વી, રુગ્ણની સેવા આદિના કારણે થઈ શક્યા ન હોય અને તે તપ-નિયમાદિને પછી કરે તો તેને અતિકાંત પ્રત્યાખ્યાન કહે છે.
(૩) કોટિ સહિત પ્રત્યાખ્યાન ઃ– એક પ્રત્યાખ્યાનની સમાપ્તિ તથા બીજા પ્રત્યાખ્યાનની આદિ એક જ દિવસે થાય, જેમ કે ઉપવાસના પારણે આયંબિલાદિ તપ કરવું તે કોટિ સહિત છે. અર્થાત્ નવા પ્રત્યાખ્યાનની આદિ અને જૂના પ્રત્યાખ્યાનની પૂર્ણાહુતિ, આ બંનેનું જોડાણ એક દિવસે થાય તેને કોટિ સહિત પ્રત્યાખ્યાન કહે છે.
(૪) નિયંત્રિત પ્રત્યાખ્યાન ઃ— જે દિવસે જે પ્રત્યાખ્યાન કરવાનો નિશ્ચય કર્યો છે, તે દિવસે રોગાદિ કોઈ પણ પ્રકારની બાધાઓ આવે, તેમ છતાં તેને ન છોડતાં નિયમપૂર્વક પૂર્ણ કરવા, તેને નિયંત્રિત પ્રત્યાખ્યાન કહે છે.
ઃ–
(૫–૬) સાગાર-અનાગાર પ્રત્યાખ્યાન – છૂટ સહિતના પ્રત્યાખ્યાન સાગાર પ્રત્યાખ્યાન અને છૂટ • રહિતના પ્રત્યાખ્યાન અનાગાર પ્રત્યાખ્યાન છે. સાધુ અથવા શ્રાવક કોઈ પણ વિશિષ્ટ પ્રત્યાખ્યાન સાગાર સહિત પણ કરી શકે અને દઢતા હોય તો આગાર રહિત પણ કરી શકે છે. આ કારણે પ્રત્યાખ્યાનના સાગાર અને અનાગાર તેમ બે ભેદ થાય છે.
-
(૭) પરિમાણ કૃત પ્રત્યાખ્યાન – દત્તિ, કવલ, ઘર, ભિક્ષા અથવા ભોજ્ય દ્રવ્યોની મર્યાદા કરવી. જેમ કે પાત્રમાં એક સાથે જેટલી અન્નાદિક વસ્તુ પડશે, તેટલી વસ્તુ હું વાપરીશ તે દિત્ત પરિમાણ છે. આ જ રીતે કવલ, ઘર આદિની પણ મર્યાદા થઈ શકે છે.
(૮) નિરવશેષ પ્રત્યાખ્યાન – અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારના આહારના સમયની મર્યાદા સાથે સર્વથા પ્રત્યાખ્યાન કરવા.
(૯) સંકેત પ્રત્યાખ્યાન :- - મુઠ્ઠી, અંગૂઠી, ગાંઠ અને નમસ્કાર મંત્ર આદિ પ્રત્યાખ્યાન પૂર્ણ કરવાના કોઈ પણ સંકેતપૂર્વક પ્રત્યાખ્યાન કરવા.
(૧૦) અહા પ્રત્યાખ્યાન :- અહીં કાલ વિશેષને નિયત કરીને પ્રત્યાખ્યાન કરવા; જેમ કે પોરસી, બે પોરસી, માસખમણ, અર્હમાસખમણ આદિ,
શ્રી ભગવતી સૂત્ર શતક ૭રમાં સૂત્રોક્ત દશ પ્રત્યાખ્યાનને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન કક્ષા છે. તે મૂળ ગુણને પુષ્ટ કરે છે, મૂળગુણોને સુશોભિત રાખે છે.